ડ્રગ્સ વેચનાર ઝડપાયા:ડાર્ક વેબથી USના ડ્રગ્સ ડીલરનો સંપર્ક કરી ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કર્યુ, ગાંજો સહિતનું ડ્રગ્સ મંગાવનાર 2 શખસને અમદાવાદ SOGએ ઝડપ્યા

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ડ્રગ્સ મંગાવનાર બે શખસને ઝડપ્યા - Divya Bhaskar
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ડ્રગ્સ મંગાવનાર બે શખસને ઝડપ્યા
  • બંને હવાલા સિસ્ટમથી રકમ ચૂકવીને કાર્ગો એર કુરિયરથી પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવી રાજ્યમાં વેપાર કરતા હતા
  • અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અમેરિકન હાઇબ્રિડ ગાંજો,અમેરિકન ચરસ,લોકલ ચરસ,મેઝીક મશરૂમ તથા શેટરનો જથ્થો ઝડપ્યો

બે શખસે અમેરિકાથી ઓન લાઈન ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કર્યો હતો. પછી હવાલા સિસ્ટમથી ક્રિપ્ટો કરન્સી મારફતે પેમેન્ટનું ચૂકવણું કરી બાય કાર્ગો એર કુરિયર મારફતે પ્રોહિબિટેડ નશાકારક પદાર્થો મંગાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તેનો ગેરકાયદેસર વેપાર કરતા હતા. બંને ઈસમોને અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ અમેરિકન હાઇબ્રિડ ગાંજો, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેઝીક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સ દ્રવ્યો સાથે ઝડપી પાડ્યા હતા.

રાતના સમયે બોપલ વિસ્તારમાં ડ્રગ્સ વેચવા આવવાની બાતમી
ડ્રગ્સના દૂષણને ડામવા માટે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એસઓજીના કોન્સ્ટેબલ મહિપાલસિહ સુરેન્દ્રસિહને બાતમી મળી હતી કે, બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વંદિત ભરત પટેલ (રહે- સેટેલાઇટ આનંદનગર, અમદાવાદ) તથા પાર્થ પ્રતીશકુમાર શર્મા (રહે- વેજલપુર અમદાવાદ)ઓ પોતાની કીયા સોનેટ નં.જી.જે.-01-ડબલ્યુ.એ.-5937 વાળીમાં નશાકારક માદક પદાર્થનો જથ્થો વેચાણ કરવા આવશે. ડ્રગ્સ સાથે રાખીને બોપલ કબીર એન્કલેવ ચોકડી તરફથી ઈસ્કોન ફ્લોરા ચોકડી થઇ ઘુમા ચોકડી તરફ મોડી રાત્રીના એક વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન જનાર છે.
ઈન્ટરનેટની અંધારી દુનિયા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાતમીવાળી જગ્યાએ એસઓજીએ વિવિધ ટીમ બનાવી રેડ કરી
બાતમીના આધારે એસ.ઓ.જી. શાખાની અલગ અલગ ટીમો બનાવી રેડ પાડવામાં આવી હતી. જેમાં બે ઇસમો ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએથી પ્રતિબંધિત નશાકારક ડ્રગ્સ સાથે ભારે જહેમતથી વંદિત પટેલ તથા પાર્થ શર્માને દબોચી લીધા હતા. પકડાયેલ બંને ઈસમો પાસેથી નાર્કોટિકસ અને સાયકોટ્રોપિક નશાકારક પદાર્થ તથા અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. હાલ પકડાયેલ બંને ઇસમોને અટક કરી સમગ્ર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે તમામ બાબતનો ઝીણવટભરી અને ઊંડાણપૂર્વક તપાસ શરૂમાં છે.

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જીએ ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જીએ ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે

એક શખસ ઈન્ટરનેટ અને ડાર્ક વેબનો જાણકાર
પકડાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી વંદિત પટેલ પોતે એજ્યુકેટેડ અને ઈન્ટરનેટ, ડાર્ક વેબ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ ચેઈન, ક્રિપ્ટોકરન્સી બાબતે સારો એવો જાણકાર છે. વંદિતે ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો ઓનલાઈન સંપર્ક કરી હવાલા સિસ્ટમ મારફતે વિદેશોમાં ક્રિપ્ટોકરન્સીથી ડ્રગ્સનું ચૂકવણું કરી બાય કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાતમાં અલગ અલગ સરનામાં ઉપર ડ્રગ્સની સપ્લાય મંગાવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર કરતો હોવાની હકીકત જણાઈ આવેલી છે. વધુમાં પકડાયેલું લોકલ ચરસ તેઓ દ્વારા હિમાચલ પ્રદેશ ખાતેથી લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલું છે.

પકડાયેલું પ્રતિબંધિત ડ્રગ્સ

  • હાઇબ્રિડ ગાંજો -300 ગ્રામ, કિં.રૂ.-3000
  • અમેરિકન ચરસ -500 ગ્રામ, કિં.રૂ.- 75150
  • ચરસના લાડુ -221 ગ્રામ, કિં.રૂ.- 33150
  • સાયકોટ્રોપીક સબસ્ટેન્સ ધરાવતું મેજિક મશરૂમ- 224 ગ્રામ, કિં.રૂ.- 1,12,000
  • નશાકારક પદાર્થ શેટરનું નેટ વજન- 43 ગ્રામ, કિં.રૂ.1,29,000

જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ
જપ્ત કરેલ ફૂલ નશાકારક માદક પદાર્થો જેનું કૂલ વજન ૧ કિલો ૨૯૯ ગ્રામ કિ.રૂ.3,52,300- તથા રોકડ રૂ.-15350 તથા ચાર મોબાઇલ ફોન કિં.રૂ. 11000- તથા લેપટોપ કિં.રૂ.– 5000 તથા ડિજિટલ વજન કાંટો કિ.રૂ. 0 તથા સ્કૂલ બેગ કિં.રૂ.-0 તથા કીયા સોનેટ કંપનીની ફોર વ્હીલ ગાડી નં. જી.જે.-01-ડબલ્યુ.એ.-5937ની કિ.રૂ.-5 લાખ /- મળી કુલ કિં.રૂ.-8,83,650નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલો છે.

લોકલ ચરસ હિમાચલ પ્રદેશથી મગાવ્યું હતું
વંદિત પાસેથી મળી આવેલા નશીલા પદાર્થોમાં કેટલુંક લોકસ ચરસ પણ હતું, જે તેણે હિમાચલ પ્રદેશથી મગાવ્યું હતું, જેમાં હિમાચલના કુલ્લુ જિલ્લાના ભુન્તર તાલુકાના રસોલ ગામના ગુડ્ડુ ભાઈ ફેનિલભાઈ, નીલ પટેલ (સરકારી ટ્યૂબ વેલ પાસે, બોપલ), વિપુલ ગોસ્વામી (શ્યામલ ચાર રસ્તા પાસે), જીલ પરાઠે (થલતેજ) અને આકીબ સિદ્દીકી(વાપી) સહિતના લોકોનાં નામ ખૂલતાં પોલીસે તેમની તપાસ શરૂ કરી છે.

મહિનામાં 3થી 4 કિલો ડ્રગ્સ મગાવી વેચતો
વંદિત દર મહિને 3થી 4 કિલો નશીલા પદાર્થ કેનેડા અને અમેરિકાથી મગાવતો હતો. કાર્ગોમાં અમદાવાદ સુધી આવેલા ડ્રગ્સનું વેચાણ કરવા માટે વંદિત સ્નેપચેટ પર ગ્રાહકો શોધતો હતો, જેમાં ગ્રાહકનો સંપર્ક કરીને કારમાં જાતે અથવા તો તેના માણસને ડિલિવરી માટે મોકલતો હતો. - વીરેન્દ્રસિંહ યાદવ, ડીએસપી, અમદાવાદ જિલ્લો

અન્ય સમાચારો પણ છે...