SOG ક્રાઈમે બાતમીના આધારે સીટીએમ રામરાજ્યનગર પાસેથી મોહસીનખાન અને અઝરૂદીન અંસારીની 12,244 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે. 1,22,440 રૂપિયાના ગાંજા સહિત 1,98,540 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગઈકાલે ચાંદલોડિયા પાસેથી મેહુલ પંડ્યા નામના શખસની 992 ગ્રામ ચરસ સાથે ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી મૂળ સુરતનો રહેવાસી છે. અમદાવાદ ખાતે ચરસ આપવા આવ્યો ત્યારે SOGએ આરોપીની ધરપકડ કરી હતી. 1,38,300 રૂપિયાના ચરસ સાથે ધરપકડ કરી NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.
ચોરીના મોબાઈલ અને વાહન ઝડપાયા
ઇસનપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શાહઆલમ પાસેથી મોહમંદ ઈલિયાસ નામના શખસની ધરપકડ કરી હતી. ઈલિયાસ પાસેથી એક અકેસેસ અને 9 મોબાઈલ ફોન ચોરીના મળી આવ્યા હતા. આ ઉપરાંત વધુ તપાસ કરતા વધુ એક ઍક્સેસ અને 4 મોબાઈલ ફોન એમ કુલ 2 વાહન અને 13 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે આરોપીએ દાણીલીમડા, શહેરકોટડા અને કારંજ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કર્યા હતા. પેલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.