પોલીસમાં અવારનવાર પારિવારિક મનદુઃખને લઇ કેટલી ફરિયાદો નોંધાતી હોય છે. જેમાં પરિણીતા પર સાસરિયાઓનો ત્રાસ કે તેના પતિ વિરુધ્ધની ફરિયાદો મોટા ભાગે જોવા મળતી હોય છે. એવામાં તાજેતરમાં જ એક પરિણીતાએ તેના પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતાને હનીમૂન સમયે હેરાન કરી
પરિણીતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે તેઓ બંને એક બીજાને સમાજની જ એક ડેટિંગ સાઈટ પરથી મળ્યા હતા. બંને એકબીજાને પસંદ આવતા ઘરે લગ્ન માટે વાત કરી હતી. જે બાદ ઘરવાળાએ અમારા લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ પહેલી જ રાતે અમે હોટલમાં ગયા ત્યારે મેં મારા પતિને રિસ્ટ વોચ આપેલી ત્યારે જ તેને મને કહ્યું કે, અમે પૈસાવાળા લોકો છીએ. આવી સસ્તી વસ્તુ પહેરતા નથી. લગ્ન બાદ જયારે હનીમુન માટે અમે ઉતરાખંડ ટ્રેકિંગમાં ગયા હતા, તો ત્યાં પણ મને અણગમા શબ્દો કહી મને હેરાન કરવામાં આવી હતી. ત્યાર બાદ અવારનવાર આ પ્રકારની ઘટના મારી સાથે બનતી હતી. લગ્નમાં મને મળેલી ગિફ્ટો, સાડા ત્રણ તોલા સોના ચાંદીના દાગીના મારા પતિએ મને ભોળવીને મારી પાસેથી છીનવી લીધા હતા.
પરિણીતાને સાસુ,સસરા, જેઠ અને જેઠાણીનો ત્રાસ
મારા પતિ ઉપરાંત મારા સાસરિયામાંથી સાસુ,સસરા, જેઠ અને જેઠાણી દ્વારા પણ મને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. હું અને મારા પતિ મુંબઈ સિદ્ધિવિનાયક દર્શન કરવા ગયા હતા. ત્યારે મારા પતિના ઘર કે જે મુંબઈમાં છે ત્યાં રોકાયા હતા. એ સમયે મને મારા પતિના કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ છે તે અંગેની જાણ થઇ હતી. જેની વાત મેં મારા સાસરિયા પક્ષનો લોકોને કરી તો તેમણે મારા પતિનો પક્ષ લીધો હતો અને મને ગંદી-ગંદી ગાળો આપી હતી. જ્યાર બાદ હું મારા પિયરમાં જતી રઈ હતી પણ પછી પરિવારિક બંને પક્ષના લોકો મૂલાકાત નિવારણ લાવવા પ્રયત્ન કર્યો હતો. એ વખતે પણ મને એવું કહેવામાં આવ્યું હતું કે, મને મારા પતિની પ્રોપર્ટી કે અન્ય કોઈ હિસ્સો મળવા પાત્ર રહેશે નહીં જે વાતને મેં નકારતા મારી જેઠાણી ફરી મને પિયર મૂકી જતા રહ્યા હતા.
પરિણીતાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પિયરેથી ફરી આવી ત્યારે મારા સસરા મને ગળું દબાવી મારી હત્યા કરી દેશે એવું પરિણીતા દ્વારા કહેવામાં આવ્યું હતી. આવા અનેક બનાવો પછી પણ મેં તેમની સાથે રહેવાનો પ્રયાસ કર્યો હતો. મને મારા પતિ એક એવી જગ્યા પર ફ્લેટમાં રાખતા જ્યાં આજુ બાજુ જીવન ગુજરાન માટે કોઈ વસ્તુ મળતી નહીં અને મારા પતિ અઠવાડિયે મને મળવા આવતા હતા. આ ઉપરાંત મારા સાસરિયાના પણ તમામ સદસ્યના માનસિક ત્રાસથી હું કંટાળી ગઈ હતી. જેથી શારીરિક અને માનસિક ત્રાસ આપનારા સાસરિયાઓ અને પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.