તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાત વર્ષ બાદ અમદાવાદમાં ફરી ક્રિકેટ ફીવર છવાયો છે. વિશ્વના સૌથી મોટા નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ યોજાવા જઇ રહી છે. ઓનલાઇન બુકિંગમાં અત્યાર સુધી 25 હજાર ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદીઓ પણ સેફ્ટી સાથે મેચ જોવા જવાનો પ્લાન કરી રહ્યા છે. વર્ષોથી સ્ટેડિયમની આજુબાજુની 60 જેટલી સોસાયટીના રહીશો, જમીન માલિકીના ખુલ્લાં પ્લોટ અને ખેતરોમાં પાર્કિંગની વ્યવસ્થાનું સ્વયંભૂ આયોજન કરી મેચની કેટેગરી મુજબ મેચ જોવા આવતી ઓડિયન્સ પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલતા હતા.
જેમાં ટૂ-વ્હીલરના 20થી 50 અને ફોર વ્હીલરના 100થી 150 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. તેનાથી સારી એવી આવક થતી હતી પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના ભયના કારણે ઘણી સોસાયટી પે-એન્ડ પાર્ક કરવા દેશે નહીં. આજુબાજુની સોસાયટીના રહીશોએ સિટી ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વર્ષે ઓડિયન્સની કેપેસિટી વધવાથી પાર્કિંગની સૌથી મોટી સમસ્યા સર્જાશે.
માત્ર ફ્રેન્ડ્સ અને રિલેટિવને જ પાર્કિંગ કરવા દેશે
લોકો સ્ટેડિયમ સુધી પહોંચે અને અને બહાર નીકળતી વખતે ટ્રાફિક જામ ન થાય તે માટે આજુબાજુની સોસાયટીમાં પાર્કિંગ શોધતા હોય છે. અમે એક દિવસમાં 50-60 વાહનો પાર્ક કરાવતા હતા પરંતુ આ વર્ષે માત્ર સોસાયટી ફ્રેન્ડ્સ કે રિલેટિવને જ વાહનો મૂકવા દેવામાં આવશે. હાલ અમારી સોસાયટીમાં પણ વાહનો વધી ગયા છે. -પિના શાહ, નિર્માણ કલા રેસિડેન્સી મોટેરા
પોલીસ અને ઇમરજન્સી સેવાઓ માટે પાર્કિંગ આપીશું
પહેલા આજુબાજુમાં ખુલ્લા ખેતરો વધારે હતા તેથી ત્યારે ટ્રાફિકની સમસ્યા નહોતી સર્જાતી. છેલ્લે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ રમાઇ ત્યારે મોટેરા સ્ટેડિયમમાં 40 હજારની કેપેસિટી કરતા વધારે લોકો આવ્યા હતા. ત્યારે અમારી સોસાયટીની બાજુના કોમન પ્લોટમાં અમે પાર્કિંગની વ્યવસ્થા કરી હતી. આ વર્ષે માત્ર પોલીસ અને ઇમરજન્સી લોકો માટે ફ્રીમાં વ્યવસ્થા કરીશું. -અરવિંદ પટેલ, મુક્તિધામ સોસાયટી, ચેરમેન
આ વર્ષે તંત્ર દ્વારા ઓનલાઇન
આ વર્ષે તંત્ર દ્વારા ઓનલાઇન ટિકિટની સાથે પાર્કિંગની ટિકિટ પણ આપવામાં આવી રહી છે. તે સારી બાબત છે. પાર્કિંગની અવ્યવસ્થાના કારણે સ્થાનિકોને વધારે મુશ્કેલી પડી રહી છે. અમે સોસાયટીના સ્ટીકર વગરના એક પણ વાહનને માટે પ્રવેશ નહીં આપીએ. -ઇશ્વર દેસાઇ, સ્થાનિક આગેવાન
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.