તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Social Media Star Female Constable Alpita Chaudhary Made A Video On The Song 'Yeh Katil Adaaye, Yeh Premi Yeh Paagal, Yeh Chahat Yeh Mohabbat'

વિવાદ:સોશિયલ મીડિયા સ્ટાર મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ ‘યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત’ સોંગ પર વીડિયો બનાવ્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવીને અલ્પિતા ચૌધરી સોશિયલ મીડિયામાં ફેમસ થઈ હતી
  • અલ્પિતાના વીડિયો મુદ્દે એડિશ્નલ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
  • અલ્પિતાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને મીડિયાની ટીકાઓ કરી

મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે હાલમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીનો ફિલ્મી સોંગ પર વીડિયો વાયરલ થયાં છે. હાલમાં સમગ્ર મામલે અલ્પિતા ફરીવાર વિવાદમાં ઘેરાઈ છે. બેચરાજી પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મી જેને હાલમાં બેચરાજી મંદિરમાં ડ્યુટી આપવામાં આવી છે. જોકે ડ્યુટીના સમયે અલ્પિતાએ ઇન્સ્ટાગ્રામમાં ફિલ્મી ગીતો પર વીડિઓ બનાવેલા હતા એ હાલમાં સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. તેના આ વીડિયો બાબતે મીડિયામાં ચર્ચાઓ શરૂ થતાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને મીડિયાની ટીકાઓ કરી હતી. તણે કહ્યું હતું કે મેં ફરજ દરમિયાન કોઈ વીડિયો બનાવ્યાં નથી. આ મામલે હવે એડિશ્નલ કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં છે.

ચાલુ ફરજે રિલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યા
હાલમાં તેના આ વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે. અલ્પિતાએ વધુ એક વખત નિયમો નેવે મુકીને સોશિયલ મીડિયામાં વીડિયો બનાવ્યા હતા. જોકે અર્પિતા પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજ પર રિલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યા હતા. અગાઉ પણ અર્પિતાએ ટિકટોક માં પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન વિડિઓ બનાવતા મામલો ગરમાયો હતો જોકે એ સમયગાળા દરમિયાન અર્પિતા ને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. તેમજ ફરી કોઈ વખત આવી ભૂલ નહિ કરું તેવું જેતે સમયે અર્પિતા ચૌધરીએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું

ફરીવાર વીડિયો બનાવતાં સવાલો ઉભાં થયાં
અલ્પિતા ચૌધરીએ ગુજરાત પોલીસની વરદીમાં મંદિર પરિસરમાં યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત સોંગ પર વીડિયો બનાવ્યો હતો. અલ્પિતા ચૌધરી અગાઉ પણ આવા વીડિયો બનાવવા મામલે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે. પરંતુ ફરી એકવાર વરદીમાં જ વીડિયો બનાવતા સવાલ ઉભા થયા છે કે શા માટે પોલીસની વરદીમાં તેઓએ આ વીડિયો બનાવ્યા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે? શું ઉચ્ચ અધિકારીઓની મંજુરી લઈને વરદીમાં વીડીયો બનાવ્યા છે?

મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી
મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી

પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક વીડિયો બનાવવા બદલ સસ્પેન્ડ થયા હતા
મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા અલ્પિતા ચૌધરીએ બે વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક બનાવ્યો હતો.જેના કારણે dysp મંજીતા વણઝારાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં અલ્પિતા ટિકટોક સ્ટાર બની ગઈ હતી. જેના પછી તેઓને ગુજરાતી ગીતોના આલબમમાં કામ શરૂ કર્યું હતું અને હિટ થઈ ગયા હતા. ત્યાર બાદ ફરી એકવાર તેઓ ફરજ પર હાજર થઈ અને આ મહામારી સામે લડવા તૈયાર થઈ ગયા છે.

ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર ફોલોઅર્સ વધ્યા
અલ્પિતા ચૌધરી પોલીસ ખાતામાંથી સસ્પેન્ડે થયા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર તેમના ફોલોઅર્સ વધ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર અલ્પિતા ચૌધરી ફેન કલબના નામનું એક એકાઉન્ટ પણ બની ગયું છે. હવે ગીત પણ રિલીઝ થયા બાદ એ સમયે ટિકટોકની ખૂબીના કારણે તેઓ વધુ ફેમસ થઈ હતી.

બહુચરાજી પીઆઈના રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે
મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીના વીડિયો મામલે બહુચરાજી પીઆઈ પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. અગાઉ પણ અલ્પિતા ચૌધરીએ શિસ્તભંગ કરેલ હોવાથી ખાતાકીય તપાસ પણ કરાશે. - ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસપી

કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે તો પગલાં લેવાશે
મીડિયાના માધ્યમથી જાણ થઈ છે. મંદિરના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ કાર્યવાહી કરાશે. આ બાબતે એસપીનું પણ ધ્યાન દોરાશે. કાયદાનું પાલન કરવા સૌ બંધાયેલા છે. કોઈપણ કાયદાનું ઉલ્લંઘન હશે તો કાર્યવાહી કરાશે. - આર.આઈ. વાળા, અધિક કલેક્ટર