તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ પતંગ બજારનો ગ્રાઉન્ડ રિપોર્ટ:રાયપુર-જમાલપુર બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, છેલ્લી ઘડીની ખરીદી પર પતંગરસિયા ઉમટ્યા

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
અમદાવાદના રાયપુર જમાલપુર પતંગ બજારમાં ખરીદી કરતા લોકો કોરોનાને ભૂલ્યા હોય તેવા દ્રશ્યો - Divya Bhaskar
અમદાવાદના રાયપુર જમાલપુર પતંગ બજારમાં ખરીદી કરતા લોકો કોરોનાને ભૂલ્યા હોય તેવા દ્રશ્યો
  • દિવાળીની જેમ ઉત્તરાયણ પર પણ શહેરમાં કોરોના ઉથલો મારે તેવા દ્રશ્યો જોવા મળ્યા

અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે આજે બુધવારે રાયપુર અને જમાલપુર બજારમાં મોટી સંખ્યામાં લોકો પતંગ અને ફિરકી લેવા ઉમટી પડ્યા છે. અહીં પતંગ ખરીદી વેળા લોકો દ્વારા ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતા જોવા મળ્યા ન હતા, એટલું જ નહીં અનેક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. રાયપુર પતંગબજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પતિંગરસિયાઓની ભીડ ઉમટી પડી છે.

વધુ ભાવ આપી પતંગ ખરીદી
રાયપુર પતંગ બજારમાં આવેલા ગ્રાહકે DiyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પતંગના ભાવ દર વર્ષ કરતા આ વર્ષે વધુ છે. પરંતુ પતંગ ચગાવવાનો તેમને ખૂબ જ શોખ છે. જેથી તેઓ ભાવ વધુ હોવા છતાં પતંગ ખરીદી કરવા આવ્યા છીએ. દોરીના ભાવ પણ વધારે છે.

પતંગ વેચનારા પણ કોરોના સંક્રમણની ગંભીરતાને ભૂલી કમાણીમાં લાગ્યા હોય દ્રશ્યો જોવા મળ્યા
પતંગ વેચનારા પણ કોરોના સંક્રમણની ગંભીરતાને ભૂલી કમાણીમાં લાગ્યા હોય દ્રશ્યો જોવા મળ્યા

સાંજથી પતંગ ખરીદી માટે લોકોનો ઘસારો
આ વર્ષે કોરોના મહામારીના કારણે રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે ત્યારે લોકો બજારમાં પતંગ લેવા માટે સાંજે 5 વાગ્યાથી જ ઉમટી પડ્યા છે અને રાતે 9 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા દેવામાં આવનાર હોવાથી હજી પણ લોકો આવે તેવી શકયતા છે

દિવાળી ટાણે હતી એવી જ રીતે પતંગ ખરીદીમાં પણ ભીડ
રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન કોરોનાના કેસો વકર્યા હતા જેને લઈ ઉત્તરાયણના તહેવારમાં કોરોના વકરે નહીં તેના માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને સરકારે કોરોના વધુ ન ફેલાય તે માટે ઉત્તરાયણ તહેવારમાં ધ્યાન રાખીશું તેવી બાંહેધરી આપી હતી. પરંતુ જે રીતે દિવાળીના તહેવારમાં ભદ્રમાં ભીડ થઈ હતી તેવી અત્યારે રાયપુર બજારમાં ભીડ જોવા મળી રહી છે. ખાડિયા પોલીસ સ્ટેશનની બાજુમાં જ આખું બજાર આવેલું છે અને મોટી સંખ્યામાં અત્યારે લોકોના ટોળા ભેગા થયા છે.

મોડી રાતે પણ પતંગની દુકાનો પર ખરીદી કરતા ભીડ ઉમટી પડી
મોડી રાતે પણ પતંગની દુકાનો પર ખરીદી કરતા ભીડ ઉમટી પડી

પતંગ ખરીદી કરનારાઓ કોરોનાને ભુલ્યાં હોય તેવી સ્થિતિ
ઉત્તરાયણના તહેવાર બાદ અમદાવાદમાં ફરી કોરોના વકરે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાયપુર ખાતે આવેલા પતંગ બજારમાં અત્યારે પતંગ લેવા હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. ક્યાંય બજારમાં કોઈ દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ કે ભીડ ન હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકોમાં કોરોના ભુલાઈ ગયો છે અને બેખોફ બની લોકો પતંગ લેવા માટે બજારમાં ઉમટી પડ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser