તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થાની અવ્યવસ્થા:ટ્રેનમાંથી ઊતરેલા પેસેન્જરોને AMTSની 200 બસમાં ખીચોખીચ ભરી રવાના કરાયા, સ્ટેશન બહાર ટોળેટોળાં ઉમટ્યાં

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMTS બસના રૂટ સહિતની બાબતે અજાણ મુસાફરો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી.
  • AMTS બસોથી મુસાફરોને શહેરનાં વિવિધ સ્થળે પહોંચાડવા વ્યવસ્થા
  • કાલુપુર રેલવે સ્ટેશને સવારે ચાર ટ્રેનના મુસાફરો ભેગા થઈ જતાં સ્ટેશન બહાર ટોળેટોળાં ઉમટ્યાં

અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનોમાં મોટી સંખ્યામાં આવેલા પેસેન્જરોને શહેરના અલગ અલગ વિસ્તારમાં પહોંચાડવા માટે એએમટીએસની 200 જેટલી બસો મુકવામાં આવી હતી. જેમાં પેસેન્જરોને બેસાડી રવાના કરવામાં આવ્યા હતા. જોકે સવારના સમયે થોડા થોડા સમયના અંતરે ચાર જેટલી ટ્રેનો આવી જતા સ્ટેશન બહાર પેસેન્જરોનો ભારે ધસારો થયો હતો જેમાં સોશિયલ ડિસ્ટેન્સીંગના ધજાગરા ઉડી ગયા હતા.

રેલવે સ્ટેશન બહાર કાલુપુર ખાતે મુસાફરો માટે AMTS બસની વ્યવસ્થા છે.
રેલવે સ્ટેશન બહાર કાલુપુર ખાતે મુસાફરો માટે AMTS બસની વ્યવસ્થા છે.

સૌરાષ્ટ્ર બાજુના પેસેન્જરોની હાલત કફોડી
બીજી બાજુ ત્યાં પોલીસ અને એએમટીએસ કર્મચારીઓ દ્વારા સતત જાહેરાત કરી પેસેન્જરોને વિસ્તાર મુજબ બસોમાં બેસાડી ત્યાંથી રવાના કરવામાં આવતા હતા. ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર કચ્છ તરફ જવા માગતા પેસેન્જરોની હાલત સૌથી વધુ કફોડી બની હતી. તેમને યોગ્ય સ્થળે પહોંચાડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ભારે હોબાળા બાદ આવા તમામ પેસેન્જરોને સરખેજ અને સાણંદ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને અન્ય ખાનગી વાહનની સુવિધા મળી રહેત ત્યારબાદ આ પેસેન્જરોએ કેબ બુક કરાવી આગળની મુસાફરી કરી હતી.

એક પેસેન્જર સાથે પણ બસ રવાના કરાઈ
બીજી તરફ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રથી અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચેલા એક પેસેન્જરની સવારે 11.30 વાગ્યાની ફ્લાઈટ હોવાથી તેને સમયસર એરપોર્ટ પહોંચવું ખૂબજ જરૂરી હતી. જોકે કર્ફ્યુના માહોલમાં તે રેલવે સ્ટેશનથી એરપોર્ટ કેવી રીતે પહોંચશે તે સમસ્યા હતી. વધુમાં રેલવે સ્ટેશનથી એરપોર્ટ જવા માટે આ સમયે તે એકલો જ હતો. ત્યારે તેણે ત્યાં હાજર એએમટીએસના અધિકારીને પોતાની સમસ્યા જણાવી હતી. જેના પગલે ફક્ત એક જ પેસેન્જર સાથે અધિકારીઓએ એક બસ એરપોર્ટ રવાના કરી હતી જેતી તેને ફ્લાઈટ મળી રહે.

કર્ફ્યૂની જાહેરાત બાદ મોટી સંખ્યામાં પેસેન્જરો 25થી 30 કલાક વહેલા સ્ટેશને પહોંચી ગયા
કર્ફ્યૂની જાહેરાત બાદ એડવાન્સ ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો ટ્રેન ઉપડવાના સમય કરતાં 25થી 30 કલાક પહેલાં જ રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા. શહેરના શિલજમાં રહેતા ગૌતમ પાસીએ જણાવ્યું કે, તેમણે પરિવાર સાથે 21 નવેમ્બરની સાબરમતી એક્સપ્રેસની ટિકિટ બુક કરાવી હતી. કર્ફ્યુની જાહેરાત થતાં શુક્રવારે સાંજે 6 વાગે એટલે કે 26 કલાક પહેલાં જ રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા. એ જ રીતે ગાંધીનગરમાં રહેતા દીપક વિશ્વકર્માએ જણાવ્યું કે, શનિવારે 10 વાગ્યાની ટ્રેન હતી પણ પોતે શુક્રવારે જ પહોંચી ગયા હતા.

દિલ્હી-ઉ.ભારતની 350થી વધુ ટિકિટ કેન્સલ થઈ
શહેરમાં કર્ફ્યુની જાહેરાત બાદ અનેક લોકોએ પોતાની ટ્રેન દ્વારા મુસાફરી કેન્સલ કરાવી દીધી છે. તેની સાથે જ દિલ્હીમાં પણ કોરોનાના કેસો વધતા અનેક લોકોએ અમદાવાદથી દિલ્હી જતી ટ્રેનમાં પોતાની ટિકિટ કેન્સલ કરાવી દીધી છે. મળતી માહિતી મુજબ રિઝર્વેશન કેન્દ્રમાં લોકો દ્વારા દરરોજ સરેરાશ 100 જેટલી ટિકિટો કેન્સલ કરાવવામાં આવે છે. ત્યારે શુક્રવારે ફક્ત એક જ દિવસમાં 350થી વધુ લોકોએ ટિકિટ કેન્સલ કરાવી હતી જેમાં મોટાભાગની ટિકિટ દિલ્હી સહિત ઉત્તર ભારત તરફ જતી ટ્રેનની હતી.

રિઝર્વેશન કરી આવતા મુસાફરોને રેલવે સ્ટેશન બહારથી ઘરે પહોંચવા સંઘર્ષ
બહારગામથી આવતા જ મુસાફરોની ભીડ છે. જેમ જેમ ટ્રેન અમદાવાદ આવી રહી છે તેમ મુસાફરો આવી રહ્યા છે અને તેમને ઘરે પહોંચાડવામાં આવે છે. રેલવે સ્ટેશન પર માત્ર રિઝર્વેશન કરાવેલા પેસેન્જર જ આવી રહ્યા છે. રિક્ષાઓ બંધ અને ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધના કારણે AMTS બસ મૂકવામાં આવી છે, જેમાં તેમને તેમના વિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

AMTS બસના રૂટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો