તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020માં આપણે શું શીખ્યા?:સોશિયલ કનેક્ટિવિટી સૌથી મહત્ત્વની છે, આપણે ઘરમાં અને બહાર સંબંધોનું મહત્ત્વ સમજ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શાલિની ભરત, ડિરેક્ટર, તાતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સીસ - Divya Bhaskar
શાલિની ભરત, ડિરેક્ટર, તાતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સીસ
 • 2020માં આપણે એ શીખ્યા કે આપણી સંસ્થાઓએ કઈ રીતે કોઈ મહામારી માટે તૈયાર રહેવું જોઈએ...

વર્ષ 2020ના સૌથી મહત્ત્વના બોધપાઠમાં આપણે પરસ્પરના સામાજિક સંબંધો, સાફસફાઈ તેમજ આપણા માટે કામ કરતા લેબર ક્લાસનું મહત્ત્વ સમજ્યું, તે સૌથી વધારે સૌથી મહત્ત્વનું છે. આ મહામારીએ એકબીજાથી સલામત અંતર રાખવું એ આપણી મજબૂરી બની ગઈ. આપણી ઓફિસો, યાત્રાઓ અને એકબીજાને મળવાનું બંધ થઈ ગયું.

2020એ આપણને શીખવ્યું કે, સામાજિક અને પારિવારિક સ્તરે એકબીજા સાથે જોડાઈ રહેવું કેટલું જરૂરી છે. આપણને એ પણ ખબર પડી કે, આપણા ઘરે જે લોકો કામ કરવા આવે છે, તે કેટલા મહત્ત્વના છે. આપણને તેમનું મૂલ્ય સમજાયું. હું વારંવાર કહીશ કે, કનેક્ટિવિટી સૌથી મહત્ત્વનો મુદ્દો છે. ‘સ્વચ્છ ભારત’ અભિયાનને બહુ જ મજબૂતીથી લાગુ કરવાની જરૂર છે. વારંવાર હાથ ધોવાની વાત થઈ રહી છે, પરંતુ પાણી ક્યાં છે હાથ ધોવા માટે? પાણી હશે તો હાથ ધોઈશું, એટલે એ નક્કી કરવું જરૂરી છે કે, ઝૂંપડપટ્ટીઓમાં પણ પાણી સરળતાથી મળે.

એટલું જ નહીં, ગરીબ વિસ્તારોમાં પાણીના કોમન નળ, કોમન ટોઈલેટ, ગલીઓની સફાઈ, નાનકડા ઓરડામાં સફાઈ કેવી રીતે રખાય, એ બધું સારી રીતે સુનિશ્ચિત કરવું પડશે. ભીડભાડ ધરાવતા વિસ્તારો સ્વચ્છ રાખતા પણ શીખવું પડશે. આવા વિસ્તારોમાં સુવિધાઓ આપવી પડશે, ત્યારે આ પ્રકારની મહામારીની તીવ્રતા ઘટાડી શકાશે. ભારતે આવી મહામારી માટે તૈયાર રહેવું હશે, તો ગરીબો અને જરૂરિયાતમંદોને મૂળભૂત સુવિધા આપવી પડશે. માસ્ક, હાથ ધોવા, સાફસફાઈ રાખવી બેશક આ મહામારીની દેન છે, પરંતુ આ હાઈજિનને આદત બનાવી લેવી જોઈએ. 2020માં આપણે એ શીખ્યા છીએ કે, કઈ રીતે આપણી સંસ્થાઓએ કોઈ પણ મહામારી માટે તૈયાર રહેવું જોઈએ. તેમની પાસે એક્શન પ્લાન હોવો જોઈએ, જેથી આવી સ્થિતિ સામે તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકાય.

મહામારીમાં આપણે જોયું કે, જે સંસ્થાઓ ટેકનિકલી મજબૂત હતી, તે પોતાનુંકામ ચાલુ રાખી શકી. જેમ કે, મહામારીમાં અમારા તમામ ક્લાસીસ અને કોર્સ ચાલુ રહ્યા. વર્ષ 2021માં સરકાર લોકોને ટેકનિકલી મજબૂત બનાવે, જેથી તેઓ આવા કોઈ પણ સમયમાં એકબીજા સાથે જોડાયેલા રહી શકે અને પોતાનું કામકાજ ચાલુ રાખી શકે. આવનારા વર્ષમાં મેન્ટલ હેલ્થ વિષય ઘણો મોટો હશે. ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન અને આઈસોલેશન વધવાનું છે. આ બધું ફક્ત દવાઓથી સારું નથી થતું. આપણને આપણા લોકો જોઈએ છે. ગુસ્સો, બેચેની, સંવેદના, પ્રેમ જ આપણને લોકો સાથે મળવા બહાર આવવા મજબૂર કરે છે. તાતા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસના અનેક અભ્યાસમાં માલુમ પડ્યું છે કે, મહામારીમાં મહિલાઓ અને બાળકો સાથે પણ અપશબ્દો બોલવાનું પ્રમાણ વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો