તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમદાવાદમાં બનેલી આગની ઘટના બાદ અત્યાર સુધીમાં તંત્રએ ગેરકાયદે ચાલતાં 46 યુનિટ સીલ કરી દીધાં

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના દક્ષિણ ઝોનમાં કુલ 3850 ચો.ફૂટ જેટલું બિનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું

અમદાવાદ શહેરનાં પીરાણા- પીપળજ રોડ ઉપર કેમિકલ ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટના બનાવ બાદ ગુજરાતભરમાં ગેરકાયદે ચાલતા ઔદ્યોગિક એકમોને સીલ કરવા તેમજ ગેરકાયદે થયેલી ફેક્ટરી-ગોડાઉનનાં બાંધકામોની સામે કાયદાકીય પગલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં સરકાર દ્વારા ગઠિત સમિતિની પ્રાથમિક સૂચના દ્વારા અત્યાર સુધીમાં કુલ 46 યુનિટોને સીલ કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને સોલિડ વેસ્ટ તથા ફાયર વિભાગ દ્વારા શહેરમાં જોખમી રસાયણોનો સંગ્રહ કરવામાં આવતો હોય તેવા સ્થળોની સઘન ચકાસણી હાથ ઘરવામા આવી છે. આ કાર્યવાહી અંતર્ગત જે યુનિટો પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વિવિધ સરકારી વિભાગો મારફતે મેળવવાની થતી જરૂરી પરવાનગી જેમ કે લાયસન્સ, NOC મેળવેલ નહીં હોવાથી તેને સીલ કરી દેવામાં આવ્યાં છે.

6 અને 7 નવેમ્બરે થયેલી કામગીરી
6 અને 7 નવેમ્બરે થયેલી કામગીરી
10 અને 11 નવેમ્બરે કરવામાં આવેલી કામગીરી
10 અને 11 નવેમ્બરે કરવામાં આવેલી કામગીરી
10 અને 11 નવેમ્બરે કરવામાં આવેલી કામગીરી
10 અને 11 નવેમ્બરે કરવામાં આવેલી કામગીરી
કુલ 46 યુનિટ સીલ કરવામાં આવ્યાં
કુલ 46 યુનિટ સીલ કરવામાં આવ્યાં

અત્યાર સુધીમાં કુલ 46 યુનિટોને સીલ કરી દેવાયા
અધિક સચિવ વિપુલ મિત્રાની સૂચના બાદ સફાળા જાગેલા તંત્રએ 6 નવેમ્બરથી આજ સુધીમાં 106670 ચો.મી ક્ષેત્રફળ ધરાવતાં 46 યુનિટ સીલ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત શહેરના દક્ષિણ ઝોનમાં 9 નવેમ્બરે 2500 ચો.ફૂટ તથા 11 નવેમ્બરે 1350 ચો.ફૂટ જેટલું ગેરકાયદે ઈન્ડસ્ટ્રીયલ શેડનું બાંધકામ દૂર કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કેમિકલના યુનિટોની ચકાસણી કરીને જરૂરી હેલ્થ લાયસન્સ વિના ચાલતી ધંધાકિય પ્રવૃત્તિ વાળા 18 યુનિટોને નોટીસ આપવામાં આવી હતી. તે ઉપરાંત ફાયર વિભાગ દ્વારા 2 ગોડાઉન તથા 10 ફેક્ટરીઓમાં જરૂરી સર્વેક્ષણ કરીને ગેરકાયદે ચાલતા યુનિટોને આઈડેન્ટીફાય કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો