તસ્કરોનો આતંક:મોર્નિંગ વોક માટે નીકળેલી વિદ્યાર્થિનીનાં ફોનનું સ્નેચિંગ, મોટેરામાં 4 ઘરમાંથી 4 મોબાઈલની ચોરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાંદખેડા પોલીસમાં બંને ઘટનાની ફરિયાદ

મોટેરામાં આવેલી એક સોસાયટીના 4 મકાનમાંથી રાતના સમયે ચોર 4 મોબાઈલ ફોન અને 2 પાકીટ ચોરી ગયો હતો, જ્યારે મોર્નિંગ વોકમાં નીકળેલી વિદ્યાર્થિની પાસેથી બુલેટ સવાર લુટારુ મોબાઈલ ફોન લૂંટીને ભાગી ગયા હતા.

મોટેરાના પરદેશી હાઉસમાં રહેતા શ્વેતાબેન પરદેશી (22) ઝુંડાલની સ્વામિનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજમાં એમ.ફાર્મમાં અભ્યાસ કરે છે. 19 જૂને શ્વેતાબેન મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે તેઓ 6.15 વાગ્યે ક્રિષ્ના બંગલોઝ પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે પાછળથી બુલેટ લઈને આવેલા લુટારુએ શ્વેતાબેનના હાથમાંથી ફોન લૂંટી ભાગી ગયો હતો. આ અંગે ચાંદખેડા પોલીસેે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય એક ઘટનામાં મોટેરા અવનિ બંગલોઝની સામે આવેલી બબાભાઈની ચાલીમાં રહેતા સંજયભાઈ દંતાણી(24) 24 જૂને રાતે ઘરની બહાર સૂઈ ગયા હતા, વરસાદ પડતા તેઓ ઘરમાં જતા રહ્યા અને વરસાદ બંધ થતા તેઓ પાછા બહાર આવીને સૂઈ ગયા હતા. જ્યારે સવારે ઉઠીને ઘરમાં જઈને જોયું તો તેમનો મોબાઈલ ફોન ન હતો. તપાસ કરતા તેમની પડોશમાં રહેતા હર્ષદભાઈ રામસેણાના ઘરમાંથી 1 મોબાઈલ ફોન, રાજકુમાર સાફીના ઘરમાંથી મોબાઈલ ફોન અને પર્સ તેમજ જયંતીભાઈ ડિંડોરના ઘરમાંથી મોબાઈલ ફોન ચોરાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...