પ્રશંસનીય કામગીરી:કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ કામગીરી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા આપવા બદલ SMVS હોસ્પિટલનું સન્માન

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઉચ્ચ ગુણવત્તા યુક્ત સેવા પૂરી પાડવા માટે હોસ્પિટલને એવોર્ડ અપાયો

એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાંધીનગરને કોરોના મહામારી દરમ્યાન પ્રશંસનીય તથા ઉત્કૃષ્ટ કામગીરી તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા બદલ, સ્વાતંત્ર્યદિને સન્માનિત કરવામાં આવી.

75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત દહેગામ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગ ઉપક્રમે જિલ્લા પ્રશાસન દ્વારા એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાંધીનગરને સમગ્ર કોરોના મહામારી દરમિયાન તેમની પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા કાર્યરત આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઉચ્ચ ગુણવત્તા યુક્ત સેવા પૂરી પાડવા માટે પણ એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવ્યો હતો. ખૂબ જ ટૂંકા સમયગાળામાં એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હોસ્પિટલને આટલી સરાહનીય કામગીરી બદલ કલેકટર કુલદીપ આર્ય દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ગાંધીનગરમાં આવેલી આ એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હોસ્પિટલ ખરા અર્થમાં તેમના સંસ્થાપક ગુરુદેવ પ.પૂ.બાપજી તથા ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પસ્વામીશ્રીએ સ્થાપેલા ઉચ્ચ આદર્શોને દીપાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...