ચોરી / ધાબે સૂતેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 96 હજારની ચોરી

Smugglers raid family home Theft of 96 thousand
X
Smugglers raid family home Theft of 96 thousand

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

અમદાવાદ. ગોમતીપુરના સત્યમ ફ્લેટના એક મકાનમાં બુધવારે મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ રૂ. 96 હજારની મતાની ચોરી કરી ગયા હતા. ગોમતીપુરના સત્યમ ફ્લેટમાં રહેતાં જશીબેન શાહ બુધવારે રાત્રે ધાબા પર સૂવા માટે ગયાં હતાં, બીજા દિવસે સવારે ઘરનો દરવાજો ખોલી અંદર ગયાં તો સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તિજોરીમાંથી સોના-ચાંદી અને રોકડ મળી 96 હજારની મતા ચોરાઈ ગઈ હોવાની જાણ થતાં તેમણે ગોમતીપુરમાં ફરિયાદ કરી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી