તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળા દિવસે લૂંટ:અમદાવાદમાં તહેવાર ટાણે તસ્કરો બેફામ, નરોડામાં 24 કલાકમાં સ્નેચિંગના બે બનાવો બન્યાં

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • નરોડામાં માછલી સર્કલ પાસે એક વ્યક્તિના ગળામાંથી સોનાનો દોરો ખેંચીને બાઈક સવાર ફરાર થઈ ગયો

અમદાવાદમાં તહેવાર ટાણે જ તસ્કરો બેફામ બન્યાં છે. શહેરમાં ચોરી અને લૂંટના બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.તે છતાંય શહેરના નરોડા વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે ચેન સ્નેચિંગના બે બનાવો બન્યાં છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે પરંતુ હજી સુધી ગુનો કરનારની કોઈ કડી મળી નથી.

છેલ્લા 24 કલાકમાં ચેન સ્નેચિંગના બે બનાવો
અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ચેન સ્નેચિંગના બે બનાવો બન્યાં છે. તહેવારોમાં લોકો પોતાના સ્વજનોને મળવા જતા હોય છે. ત્યારે નરોડા વિસ્તારમાં ભાઈના ઘરેથી પરત ફરી રહેલા એક બહેનના ગળામાંથી ચેન સ્નેચરો સોનાની ચેન ખેંચીને ફરાર થઈ ગયાં હતાં. ચેન સ્નેચરોએ મોઢા પર રૂમાલ બાંધ્યો હોવાથી તેમની ઓળખ થઈ શકી ન હતી. બીજા બનાવમાં નરોડામાં માછલી સર્કલ પાસેથી પસાર થઈ રહેલા પુરુષના ગળામાંથી 50 હજારની કિંમતનો સોનાનો દોરો ખેંચીને બાઈક સવાર ફરાર થઈ ગયો હતો. તહેવારના દિવસોમાં તસ્કરો બેફામ બનવાથી પોતાની કિંમતી વસ્તુઓ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે આ બંને ઘટનાઓમાં આરોપીઓને શોધવાનું શરુ કરી દીધું છે પણ હજી સુધી આરોપીઓની કડી નહીં મળતાં પોલીસ તેમને શોધવાના ફાંફાં મારી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો