AMCની ઉદાસીનતા:સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં ખાડા રાજ, શહેરમાં ડ્રેનેજ અને રોડના અધુરા કામથી લોકોને હેરાનગતિ

અમદાવાદ4 મહિનો પહેલા
સ્માર્ટસિટીમાં નાગરીકો પરેશાન
  • ચાર દિવસ પહેલાં જ સ્ટેન્ડિંગ કમિટીમાં ડ્રેનેજ લાઈનથી લઈ પમ્પિંગ સ્ટેશનના કામો મંજૂર કરાયા

અમદાવાદ શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. શહેરમાં વિકાસના નામે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ ખરેખર વિકાસના નામે કંઈ થયું જ નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ અને રસ્તાના કામમાં ભારે ઉદાસીનતા દેખાડવામાં આવી છે. ચોમાસા પહેલા શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરીમાં પણ AMCની પોલ ખુલી ગઈ છે. શહેરમાં સતત વરસાદના કારણે જે રોડ તૂટેલા છે અને સમારકામ નથી થયું ત્યાં લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. પશ્ચિમ વિસ્તારમાં પણ ચાંદખેડા, બોપલ, શેલા જેવા વિસ્તારમાં આખે આખા રોડ તૂટેલા છે અને તેની હાલત પણ ખૂબ જ ખરાબ છે.

સમારકામ નથી થયું ત્યાં લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે
સમારકામ નથી થયું ત્યાં લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે

ખાડાના કારણે ગટરલાઇન પણ તૂટી ગઈ હતી
શહેરમાં વસ્ત્રાલ વિસ્તારમાં પાણીની ટાંકીનું નિર્માણ ચાલી રહ્યું છે.તેના પાઇપલાઇનનું નેટવર્ક પાથરવાનું કામ છેલ્લા 7 માસથી ચાલી રહ્યું હોવાથી રિલાયન્સ પેટ્રોલપંપ પાસે મુખ્ય સર્કલ પાસે ખાડો ખોદી નાખેલો છે. આ ખાડાના કારણે ગટરલાઇન પણ તૂટી ગઈ હતી તેનું ગંદુ પાણી વસ્ત્રાલ વિસ્તારના તળાવમાં ગયું હતું. જેના કારણે આસપાસના રહીશોને દુર્ગંધનો સામનો કરવો પડતો હતો.પાઇપ લાઇન નું કામ પૂર્ણ કરી ખાડા પૂરવામાં આવ્યા છે પરંતુ ત્યાં વ્યવસ્થિત કામ ન થયું હોવાથી વરસાદમાં કફોડી પરિસ્થિતિ થઈ છે. સ્થાનિક વ્યક્તિના જણાવ્યા મુજબ આસપાસની સોસાયટીના લોકોને ચાલતા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો વાહન લઇને જવું અતિ જોખમી છે અને સત્તાધીશો આ અંગે ઝડપી કાર્ય કરે તેવી આશા સ્થાનિકો રાખે છે.

સત્તાધીશો આ અંગે ઝડપી કાર્ય કરે તેવી આશા સ્થાનિકો રાખે છે
સત્તાધીશો આ અંગે ઝડપી કાર્ય કરે તેવી આશા સ્થાનિકો રાખે છે

4 દિવસ પહેલાં જ ડ્રેનેજલાઈનથી લઈ પમ્પિંગ સ્ટેશનના કામો મંજૂર
ચાર દિવસ પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 14 કરોડથી વધુના ખર્ચે શહેરના વિવિધ ઝોનમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા, સ્ટ્રોમ વોટર લાઈન, લાઈન ડીસીટીંગ કરવા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન મેનટેનન્સ, સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશનોમાં મિકેનિકલ ઈલેક્ટ્રિકલ કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે એલ્યુમિના ફેરીકની ખરીદી , વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં પાણીની લાઈનના નેટવર્ક નાખવો જેવા વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીના કામો તથા મટીરીયલ મેનેજમેન્ટ પરચેઝ કમિટીના સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન ખરીદીના કામને મંજૂરી આપવામાં આવી હતી.

આ ખાડાના કારણે ગટરલાઇન પણ તૂટી ગઈ હતી
આ ખાડાના કારણે ગટરલાઇન પણ તૂટી ગઈ હતી

સોસાયટી વિસ્તારમાં ભરાઈ જતા ભારે હાલાકી
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ન્યુ.મણિનગર વિસ્તારમાં શ્રીનંદ સીટી 8 ,9 અને 10 સામે વરસાદી પાણી જાહેર માર્ગ અને સોસાયટી વિસ્તારમાં ભરાઈ જતા ભારે હાલાકી રહીશો તેમજ વાહન ચાલકોને પડે છે જે અંગે તાકીદે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નાખવા સ્થાનિક આગેવાન હસમુખભાઈ દ્વારા ઈજનેર વિભાગને રજુઆત કરવામાં આવી છે.

મણિનગરના રહિશો પરેશાન
મણિનગરના રહિશો પરેશાન

કયા કામોની મંજૂરી આપવામાં આવી

  • શહેરના નવા પશ્ચિમ ઝોનનો મક્તમપુરા , થલેતજ અને ગીતા વોર્ડમાં રૂ. 3.51 કરોડના ખર્ચે સ્ટ્રીમ વોટર ડ્રેનેજ લાઈન ડિસિલ્ટીંગ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી.
  • કોર્પોરેશનના એસ.ટી.પી. ખાતા હસ્તકના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો તેમજ દક્ષિણ ઝોનમાં આવેલ વોટર પમ્પિંગ સ્ટેશનોના ઓપરેશન તથા મેન્ટેનન્સના રૂ. 2.45 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી
  • કોર્પોરેશનના વોટર પ્રોડક્શન ખાતાના વિવિધ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો માટે એલ્યુમિના ફેરિકની ખરીદી , વોટર પમ્પિંગ સ્ટેશન ખાતે આવેલા ક્લો્રીન પ્લાન્ટની ઈલેક્ટ્રિક મિકેનિકલની કામગીરી તથા શહેરના છે. ઝોન વિસ્તારના ડાયરેક્ટ સપ્લાયના બોરવેલથી અપાતા પાણી પૂરવઠા માટે સોડીયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશન ખરીદી માટે અંદાજે રૂ. 3,71 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી
  • શહેરના નવા પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં નવા બનતા વોટર ડિસ્ટ્રીબ્યુશન પમ્પિંગ સ્ટેશનના ઈલેક્ટ્રિક મિકેનિકલ ઈક્વિપમેન્ટ તથા તેના મેન્ટેનન્સ માટે રૂ. 3.82 કરોડના કામને મંજૂરી આપવામાં આવી
  • શહેરના દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં પાણીની લાઈનના નેટવર્ક નાખવાના કામ માટે રૂ. 71 લાખના કામને મંજૂરી આપવામાં આવી
  • શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના 40 લાખના કામને મંજૂરી આપવામાં આવી
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સર્જિકલ ડ્રેસિંગ તેમજ કોટન વુલ ગ્રુપ અંગેની આઈટમો ખરીદીના રૂ. 1.40 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી
  • હેલ્થ મેલેરિયા વિભાગની વેક્ટર બોન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આઈ.આર.એસ.ની કામગીરીના રૂ. 2 કરોડના કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી