નિર્ણય:કાચાં લાઇસન્સ માટે ITIમાં સ્લોટ 48થી વધારી 96 કરાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3-3 મહિના સુધી એપોઇન્ટમેન્ટ ન મળતાં નિર્ણય
  • ખોખરા, સરસપુર, ગોતા, રાણીપમાં રવિવારથી અમલ

વાહનના કાચા લાઇસન્સ માટે ઓછા સ્લોટ અને વધુ રસને લીધે આઇટીઆઇ સંસ્થાઓમાં વેઇટિંગનો સમય 3 મહિના પર પહોંચી ગયો હતો. કેટલીક આઇટીઆઇમાં તો એપોઇન્ટમેન્ટ સ્લોટ ફુલ થઇ ગયા હતા, જેથી ગત સપ્ટે.માં મુખ્યમંત્રી કક્ષાએ બેઠક યોજાઇ હતી. બેઠકમાં સમગ્ર રાજ્યની આઇટીઆઇ સંસ્થાઓમાં એપોઇમેન્ટના સ્લોટ વધારવાનો આદેશ કરાયો હતો. જેના પગલે શહેરની ખોખરા, સરસપુર, ગોતા, રાણીપ, ચાંદખેડા અને કુબેરનગર આઇટીઆઇ સંસ્થામાં 96 સ્લોટ કરી દેવાયા છે, જેનો અમલ રવિવારથી કરાયો છે.

ટેક્નિકલ ખામીને કારણે એપોઇન્ટમેન્ટમાં વધારો થઇ શકતો ન હતો. દરમિયાન ગત શનિવારે ટેક્નિકલ કારણ દૂર થતાં રવિવારથી લોકોને કાચાં લાઇસન્સ માટે વધારે એપોઇમેન્ટનો લાભ મળતો થઇ ગયો છે. કોઇ પણ અરજદાર કોઇ પણ આઇટીઆઇ સંસ્થામાં કાચા લાઇસન્સની પરીક્ષા આપી શકે છે. આરટીઓ બી.વી. લિમ્બાસિયાએ કહ્યું કે, સ્લોટ વધવાના લીધે કાચા લાઇસન્સના એપોઇન્ટમેન્ટનો બેકલોગ ઘટી 10થી 15 દિવસનો થઇ જશે. કેટલીક સંસ્થામાં તો બીજા દિવસે પણ એપોઇન્ટમેન્ટ મળી જાય છે.

હાલના સ્લોટ અને વધારેલા સ્લોટ

આઇટીઆઇ સંસ્થાસમયસ્લોટની સંખ્યા
ગોતા-રાણીપ9.00થી 5.3096
કુબેરનગર9.00થી 5.3096
સરસપુર9.00થી 5.3096
સરખેજ9.00થી 5.3096
ગવર્નમેન્ટ પોલિટેક્નિક3.30થી 5.3024
આરસી ટેક્નિકલ3.30થી 5.3024
ચાંદખેડા9.00થી 5.3096
બાવળા3.30થી 5.3024
દેત્રોજ-રામપૂરા3.30થી 5.3024
ધંધુકા3.30થી 5.3024
ધોળકા3.30થી 5.3024
સાણંદ3.30થી 5.3024
વિરમગામ3.30થી 5.3024
વસ્ત્રાપુર WIAA9.00થી 5.30120
વસ્ત્રાલ WIAAટૂંક સમયમાં જાહેરાત

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...