કોરોનાવાઈરસ / નિકોલમાં ઘર બહાર લોકો ન નીકળે એટલા માટે રોડ પર સ્લોગન લખાયાં

લોકોમાં જાગૃતિ ફેલાવવા રોડ પર સ્લોગન લખવામાં આવ્યા.
લોકોમાં જાગૃતિ ફેલાવવા રોડ પર સ્લોગન લખવામાં આવ્યા.
X
લોકોમાં જાગૃતિ ફેલાવવા રોડ પર સ્લોગન લખવામાં આવ્યા.લોકોમાં જાગૃતિ ફેલાવવા રોડ પર સ્લોગન લખવામાં આવ્યા.

  • લૉકડાઉનને 3 દિવસ થઇ ગયા હોવા છતાં કેટલાક વિસ્તારમાં લોકો નિયમોનું પાલન કરતા નથી

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 05:53 AM IST
અમદાવાદ: શહેરમાં સોમવારથી લૉકડાઉન હોવા છતાં લોકો ઘરની બહાર નીકળીને જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. 3 દિવસ થઇ ગયા હોવા છતાં કેટલાક વિસ્તારમાં લોકો નિયમોનું પાલન કરતા નથી, જેથી શહેરના કેટલાક વિસ્તારમાં લોકોમાં જાગૃતિ ફેલાવવા રોડ પર સ્લોગન લખવામાં આવ્યા છે. નિકોલના ઉત્તમનગર ત્રણ રસ્તા વિસ્તારમાં બમ્પની બંને સાઇડ ‘ભઇલા બેસ ઘેર, કોરોના આવશે ઠેઠ ઘેર,’‘ના આપો મોકો કોરોનાને રોકો’ જેવા અલગ અલગ સ્કોગન લખવામાં આવ્યા છે, જેથી પસાર થતા લોકો તેને વાંચે અને બહાર નીકળવાનું ટાળે. કેટલીક સોસાયટીના ગેટની બહાર પણ સ્થાનિકોએ આ રીતે સ્લોગન લખાવી લોકોને  ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. તંત્રની સાથે સ્થાનિકો પણ કોરોના વાઇરસ સામે સાવચેતી રાખવા અને લોકોમાં વધુને વધુ જાગૃતિ લાવવા પ્રયાસો કરી રહ્યા છે.  લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે તે માટે અમુક સોસાયટીના ગેટની બહાર તાળું મારવામાં આવ્યું છે. 
સૂમસામ રસ્તા જ કોરોના વાઇરસને અટકાવવા માટેનું સ્પીડબ્રેકર બનશે
લૉકડાઉનના ત્રીજા દિવસે શહેરમાંથી હજારોની સંખ્યામાં કામદારો અને શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી હતી.  પગપાળા જતા આવા લોકો માટે ટ્રાફિક પોલીસે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી હતી. ઘરની બહાર ન નીકળવાના આદેશ છતાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. કેટલીક સોસાયટીઓએ તો લોકો ઘર બહાર ન નીકળે તે માટે ગેટને તાળું મારી દીધું હતું, જ્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી