વિરોધ પ્રદર્શન:યુનિ.માં સુરત પોલીસ વિરુદ્ધ ABVP કાર્યકરોના સૂત્રોચ્ચાર

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (વીએનએસજીયુ)માં ગરબા મામલે પોલીસ- વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણના પડઘા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પણ પડ્યા હતા. સુરતમાં એબીવીપીના કાર્યકરો સાથે પોલીસની વર્તણૂકના વિરોધમાં બુધવારે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસની સામે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવી દીધો હતો.

આ સાથે જ કેમ્પસમાં બી. કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, કે. એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, યુનિવર્સિટી પ્રેસ સહિતનાં ભવનોમાં બેથી ત્રણ કલાક માટે શૈક્ષણિક કાર્ય બંધ કરાવી દીધું હતું. ઉપરાંત મુખ્ય ટાવરની વહીવટી કામગીરી પણ સ્થગિત કરાવી દીધી હતી. એબીવીપીના કાર્યકરોએ સુરતના મામલે યુનિવર્સિટીમાં લેખિતમાં આવેદનપત્ર પણ આપ્યંુ હતું. પોતાની રજૂઆત રાજ્યપાલ સુધી પહોંચાડવા માટે પણ જણાવ્યું હતું. એબીવીપીના કર્ણાવતીના સહમંત્રી ઉમંગ મોજિદ્રાએ જણાવ્યું હતંુ કે, વીએનએસજીયુના ગરબામાં પોલીસે કરેલા ખરાબ વર્તનના વિરોધમાં બુધવારે ગુજરાત યુનિ. કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરીને સુરત પોલીસ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...