તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MOU:વિદ્યાર્થીઓની કુશળતા વિકસાવવા GTUની જીસેટ અને ટોપ્સ ટેક્નોલોજી વચ્ચે સ્કિલ ડેવલોપમેન્ટના MOU

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીસેટના ડૉ. એસ. ડી. પંચાલ અને ટોપ્સ ટેક્નોલોજીસના યાત્રિક ગોસ્વામીએ હસ્તાક્ષર કર્યા - Divya Bhaskar
જીસેટના ડૉ. એસ. ડી. પંચાલ અને ટોપ્સ ટેક્નોલોજીસના યાત્રિક ગોસ્વામીએ હસ્તાક્ષર કર્યા
  • સાયબર સિક્યોરિટી, મોબાઇલ કૉમ્યુનિકેશન, નેટવર્ક ટેકનોલોજી અને ડેટા સાયન્સમાં પ્લેસમેન્ટની તકોને વેગ મળશે

ટેક્નોલોજીકલ ક્ષેત્રે સમગ્ર દેશમાં નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહે છે. જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા તાજેતરમાં ટોપ્સ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ સાથે સ્કીલ ડેવલોપમેન્ટ સંદર્ભે એમઓયુ કરવામાં આવ્યા છે.

જીટીયુના કુલપતિએ અભિનંદન પાઠવ્યા
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના વિકાસ સાથે સંકળાયેલા ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બાબતો, કૉમ્યુનિકેશન સ્કીલ અને પ્રિ-પ્લેસમેન્ટ જેવી કુશળતા વિકસાવવામાં મદદરૂપ થશે. આ એમઓયુ પર જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલ અને ટોપ્સ ટેક્નોલોજીસના એરિયા હેડ યાત્રિક ગોસ્વામી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ સંદર્ભે જીટીયુના કુલપતિ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા સમગ્ર જીસેટની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

જીટીયુના કુલપતિ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા સમગ્ર જીસેટની ટીમને અભિનંદન પાઠવ્યા
જીટીયુના કુલપતિ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા સમગ્ર જીસેટની ટીમને અભિનંદન પાઠવ્યા

ટોપ્સ વાર્ષિક એક હજારથી વધુ પ્લેસમેન્ટ કરે છે
વધુમાં જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલે જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષથી એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્લેસમેન્ટ માટે કાર્યરત અને 200થી વધુ કંપની સાથે જોડાણ ધરાવનાર અમદાવાદ સ્થિત ટોપ્સ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વાર્ષિક 1000થી પણ વધુ પ્લેસમેન્ટ કરવામાં આવે છે. ટોપ્સ ટેક્નોલોજી સાથે કરાયેલા આ એમઓયુથી સાયબર સિક્યોરિટી, મોબાઇલ કૉમ્યુનિકેશન, નેટવર્ક ટેક્નોલોજી અને ડેટા સાયન્સના ક્ષેત્રમાં ઈન્ડસ્ટ્રીઝની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે વિકાસલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ, કોર્પોરેટ કલ્ચર અને કૉમ્યુનિકેશન સ્કિલના ગુણો વિકસિત થશે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીને આવડતના ધોરણે 3 જુદી-જુદી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ અને રોજગારની તક આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની પ્રવૃત્તિ વેગ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો