AAPના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર:નીતિનભાઈની બેઠક પર ભગત પટેલ લડશે, આમ આદમી પાર્ટીએ 20માંથી 9 પાટીદારને આપી ટિકિટ

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 73 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

છઠ્ઠી યાદીમાં કુલ 20 ઉમેદવારો જાહેર
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં કચ્છના રાપર પરથી અંબાભાઈ પટેલ, વડગામથી દલપત ભાટિયા, મહેસાણાથી ભગત પટેલ, વિજાપુરથી ચિરાગભાઈ પટેલ, ભિલોડાથી રૂપસિંહ ભગોડા, બાયડથી ચુનીભાઈ પટેલ, પ્રાંતિજથી અલ્પેશભાઈ પટેલ, ઘાટલોડિયાથી વિજયભાઈ પટેલ, જુનાગઢથી ચેતનભાઈ ગજેરા, વિસાવદરથી ભુપતભાઇ ભાયાણીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરીકે જાહેર કરવામાં આવ્યા છે.

182 વિધાનસભામાંથી 73 ઉમેદવારો નક્કી
જ્યારે બોરસદથી મનિષ પટેલ, આંકલાવથી ગજેન્દ્રસિંહ, ઉમરેઠથી અમરીશ પટેલ, કપડવંજથી મનુ પટેલ, સંતરામપુરથી પર્વત વાઘોડિયા ફુજી, દાહોદથી દિનેશ મુનિયા, માંજલપુરથી વિરલ પંચાલ, સુરત ઉતરથી મહેન્દ્ર નાવડીયા, ડાંગથી સુનિલ ગામીત અને વલસાડથી રાજુ મર્ચાને ટિકિટ આપવામાં આવી છે. આમ આપને પાર્ટીની આ છઠ્ઠી યાદીમાં કુલ 20 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જે 20 માંથી નવ ઉમેદવાર પટેલ સમાજના જોવા મળી આવે છે સાથે આમ છઠ્ઠી યાદી આવતા જ આમ આદમી પાર્ટી દ્વારા 182 વિધાનસભામાંથી 73 ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...