તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31 વર્ષે આપ્યો હોઈકોર્ટે ચુકાદો:વડીલોપાર્જિત મિલકતમાં બહેનોનો ભાઈઓ જેટલો અધિકાર, પ્રાથમિક ડીક્રી મેળવ્યા પછી પણ બહેનોને જોડી શકાય છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 31 વર્ષથી ભાઈ-બહેનો વચ્ચે ચાલતા વિવાદમાં ચુકાદો

પિતાના અવસાન બાદ પુત્રોએ જમીનની માલિકી માત્ર 3 ભાઈના નામે કરવા માટે ડીક્રી મેળવી લીધી હતી, જેની સામે પાંચ પુત્રીએ હાઈકોર્ટમાં અરજી કરીને પિતાની મિલકતમાં ભાગ મેળવવા દાદ માગી હતી. હાઈકોર્ટે તેના ચુકાદામાં ઠેરવ્યંુ છે કે, વડીલોપાર્જિત મિલકતમાં ભાઈઓએ ભલે પાર્ટિશનનો દાવો કરીને ડીક્રી મેળવી લીઘી હોય, પરતું ડીક્રી મેળવ્યા બાદ પણ બહેનો તેમાં જોડાઈ શકે છે. 31 વર્ષથી ભાઈઓ અને બહેનો વચ્ચે ચાલતા જમીનોની માલિકીના કેસમાં હાઈકોર્ટે આપેલા વચગાળાના આદેશથી ઘણા દાવાનો આપમેળે ઉકેલ આવી જશે.

1975માં વલસાડના રતનજી ભાણા નામની વ્યક્તિના મૃત્યુ પછી તેમની જમીનો તેમનાં પત્નીના નામે કરાઈ હતી. જોકે તેમનું અવસાન 1967માં થયા પછી તેમની જમીનો 3 પુત્રે દીવાની દાવો કરીને પાર્ટિશન પ્રાઇમરી ડીક્રી મેળવી લીધી હતી. તે સમયે તેમની 5 બહેને તેમાં દાવો કર્યો ન હતો. વલસાડ કોર્ટે ત્રણેય ભાઈને જમીન માટેની ડીક્રીની મંજૂરી આપી દીધી હતી, જેની સામે પાંચેય બહેને મિલકતમાં ભાગ લેવા અરજી કરી હતી, જે નીચલી કોર્ટે સાંંભળવા ઇનકાર કરતા ચાર વર્ષ પહેલાં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...