વિવાદ:લગ્ન મુદ્દે બહેન-બનેવી, ભાણી સાથે સાળાએ મારામારી કરી; લગ્ન થવા દેતા ન હોવાનું માની હુમલો કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પથ્થરો મારી એક્ટિવા-બારીના કાચ તોડી નાખ્યા

સાળા વિશે સાસુને ખોટી ચઢામણી કરીને બનેવી લગ્ન થવા દેતા ન હોવાની અદાવત રાખીને સાળાએ બહેનના ઘરે જઈને બહેન-બનેવી અને ભાણી સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, પથ્થરમારો કરી બનેવીની કાર, એક્ટિવા તેમજ ઘરની બારીના કાચ તોડી નાખી, ભાણીને માથામાં પથ્થર મારી લોહીલુહાણ કરી હતી.

વેજલપુરની બાગે નીશાર સોસાયટીમાં રહેતા સમીરખાન પઠાણ, પત્ની રેશ્માબાનુ, દીકરી રુશાદા અને દીકરા રેહાન સાથે રહે છે અને પાંચકૂવામાં દુકાન ધરાવે છે. જ્યારે સમીરખાનનો સાળો ઈરશાદ શેખ ફતેવાડી કેનાલ પાસે અલશાદ રેસિડેન્સીમાં રહે છે. ઈરશાદને લગ્ન કરવાના હોવાથી તે બાબતે અવાર નવાર ઈરશાદને સમીરખાન સાથે ઝઘડો થતો હતો.

દરમિયાન બુધવારે સવારે 9 વાગે સમીરખાનના ઘરનો લોખંડનો મુખ્ય ઝાંપો જોરથી પછાડવાનો અવાજ આવતા તેમણે બહાર જઇને જોયું તો ઈરશાદ ઉભો હતો, ને સમીરખાનને કહેવા લાગ્યો કે, તું મારા લગ્ન થવા દેતો નથી, તું મારી માતા ખાતુનબીબીને મારા વિશે ખોટી ચઢામણી કરી મારા લગ્ન કરાવવાની ના પાડે છે. તેમ કહીને સમીરખાન સાથે ઝઘડો-મારામારી કરી હતી. ત્યારબાદ કાર, ટુ-વ્હીલર અને બારીના કાચ પણ પથ્થરો મારી તોડી નાખ્યા હતા. સમીરખાને પોલીસને ફોન કર્યો હતો. જો કે પોલીસ આવી જતાં ઈરશાદ ત્યાંથી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...