તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Single Window System Will Now Have To Be Applied In One Place For Repair And Restoration Of Heritage Monuments And Buildings Of The City.

AMCનો નિર્ણય:શહેરના હેરિટેજ સ્મારકો અને ઇમારતોના રિપેરિંગ અને રિસ્ટોરેશન માટે હવે સિંગલ વિન્ડો સિસ્ટમ, એક જ જગ્યાએ અરજી કરવાની રહેશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • રિપેરિંગ અને રિસ્ટોરેશન માટે TDR માટે અલગ અલગ જગાએ અરજી અને અભિપ્રાય લેવા પડતા હતા
  • સ્ટેન્ડિંગ કમિટિમાં આજે આ સિંગલ વિન્ડો સિસ્ટમ માટે મંજૂરી આપવામાં આવી

વર્લ્ડ હેરિટેજ સીટી ગણાતા અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના જૂના કોટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વારસો ધરાવતા હેરિટેજ સ્મારકો અને ઇમારતોના રિપેરિંગ અને રિસ્ટોરેશન કરવા માટેના નિયમો હળવા કર્યા છે. હેરિટેજ મકાન ધરાવતા માલિકોએ પોતાના મકાનને રિપેરીંગ કે રિસ્ટોરેશન કરવા માટે અલગ-અલગ જગ્યાએ અરજી અને તેના અભિપ્રાય મેળવી બાદમાં તેને મંજૂરી આપવામાં આવતી હતી. પરંતુ હવે હેરિટેજ મકાનોના રીપેરીંગ કે રિસ્ટોરેશન માટે TDR આપવાની અરજી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડિગ કમિટીમાં લેવામાં આવ્યો છે.

માલિકીનાં પુરાવામાં ફેરફાર કરવા રૂ.300 આપવા પડશે
હવેથી હેરિટેજ મકાનના રીપેરીંગ કે રિસ્ટોરેશન માટે માલિકે મકાનની માલિકીનાં પુરાવા અને તેમાં શું ફેરફાર વગેરે કરાવવા માંગે છે તેનું 300 રૂપિયામાં એક બાંહેધરી પત્ર હેરિટેજ વિભાગમાં આપવાનું રહેશે. જેથી ઝડપથી તે અરજી ધ્યાને લઈ મંજુરી આપવામાં આવશે. ઉપરાંત હેરિટેજ મિલકતધારકોને હવે પછી પ્લાન પાસિગને લગતા જુદા જુદા અભિપ્રાયો માટે જે નિયત ફી ચુકવવાની થતી હતી તે ચૂકવવાની રહેશે નહિ. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા ડોક્યુમેન્ટેશનની કામગીરી અંતર્ગત જે નકશા તૈયાર કરવામા આવી રહ્યા છે તે પણ હવે ફ્રીમાં આપવામાં આવશે. જેનો ઉપયોગ પ્લાન પાસિંગમાં કરી શકાશે.

301 ખાનગી મકાનોનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા 28થી 30 મકાનોનું TDR માટે ભલામણ કરવામાં આવી છે. એક સર્વે અનુસાર, 301 જેટલા ખાનગી મકાનોનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવશે. નકશા પણ તૈયાર કરાશે ટી ડી આર પોલિસી પ્રમાણે વેલ્યુને જાળવીને રિસ્ટોરેશન કરવામાં આવશે તેની જવાબદારી હેરિટેજ વિભાગ અને ટીડીઓ ઇન્સપેક્ટરની રહેશે.

ઉચ્ચ અધિકારીની રહેમ નજર હેઠળ જ ઐતિહાસિક વારસો તૂટતો જાય છે
ખાનગી મિલકતો જે હેરિટેજ મૂલ્ય ધરાવતી હતી તેને ખાસ ટેગ મારવામાં આવતી હતી. આજે મોટાભાગની પોળોના હેરિટેજ મૂલ્યની ટેગ ધરાવતા મકાનો તૂટી અને કોર્મશિયલ કોમ્પ્લેક્સ બની રહ્યા છે. તેની સામે હેરિટેજ વિભાગ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓએ લાલ આંખ કરવાની જરૂર છે તંત્રના ઉચ્ચ અધિકારીની રહેમ નજર હેઠળ જ ઐતિહાસિક વારસો તૂટતો જાય છે તેને બચાવવા જે તે વિસ્તારના TDO ઇન્સ્પેક્ટર સામે પગલાં ભરવા જોઈએ જો તાકીદે આવા તત્વો સામે કાર્યવાહી કરવાં આવશે. તો અન્ય તત્વો વિચાર કરશે. હાલની સ્થિતિએ હેરિટેજ વિભાગ અને TDO દ્વારા હેરિટેજ ઇમારતોની જાળવણી માટે તથા તેના રિપેરિંગ માટે લેવાયેલા પગલાં અવકારને પાત્ર છે.

હેરિટેજ મકાનો તોડી કોર્મશિયલ બિલ્ડીંગ બને છે
અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી ઘાંચીની પોળમાં હેરિટેજની ઓળખ ધરાવતા 3 મકાનો તોડી અને કોર્મશિયલ બિલ્ડીંગ બનાવી રહ્યાં છે. જેમાં એસ્ટેટ અને હેરિટેજ વિભાગને લેખિતમાં અને તસવીરો સાથે જાણ કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. કોઈ મકાન બાંધનાર પણ બિન્દાસ્ત બની ગયા છે. ભષ્ટ્ર અધિકારીઓનાં આશીર્વાદથી આ હેરિટેજની ટેગ ધરાવતા મકાનો તૂટીને કોમર્શિયલ મકાનો અને તે પણ ટી ગર્ડર પર બની રહ્યા છે. જેની મધ્ય ઝોનમાં ડેપ્યુટી એસ્ટેટ અધિકારીને જાણ છે છતાં આંખ આડા કાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...