તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંકટ:અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં એકપણ વેન્ટિલેટર ખાલી નથી, ઓક્સિજનના બે બેડ વધ્યા

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદમાં 171 ખાનગી હોસ્પિટલો, 42 કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાના દર્દીઓની સારવાર

અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યાં છતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. શહેરમાં કોરોનાની સારવાર કરતી 171 ખાનગી હોસ્પિટલો અને 42 કોવિડ કેર સેન્ટરમાં 1લી મેના રોજ સવારે 9.30 વાગ્યાની સ્થિતિએ 3 ઓક્સિજન બેડ ખાલી છે જ્યારે એકપણ વેન્ટિલેટર ઉપલબ્ધ નથી. એવામાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓના પરિજનો પણ બેડ શોધવામાં આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે, છતાં નિરાશા જ હાથમાં આવી રહી છે.

શહેરની ખાનગી હોસ્પિટલોમાં 307 બેડ ખાલી છે
શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં 11052 બેડમાંથી 2363 બેડ ખાલી છે, જેમાં 307 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશનના 245, HDUના 61 બેડ તથા 1 ઓક્સિજન બેડ ખાલી છે અને એકપણ વેન્ટિલેટર ખાલી નથી. કોવિડ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરમાં 1835 જેટલાં બેડ ખાલી છે. AHNAની વેબસાઈટ મુજબ, 1લી મેના રોજ સવારે 9.30 વાગ્યા સુધીમાં અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 171 ખાનગી હોસ્પિટલમાં 6292 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 2126, HDUમાં 2479, ICUમાં 965 અને ICU વિથ વેન્ટિલેટર પર 415 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનાં 1507 બેડ ખાલી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં 394માંથી આઇસોલેન વોર્ડમાં 89, HDUમાં 138, ICU વેન્ટિલેટર વગરમાં 31 અને વેન્ટિલેટર પર 15 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી જ નથી રહ્યાં. જ્યારે 42 કોવિડ કેર સેન્ટરમાં 2051માંથી આઇસોલેનનાં 1507 બેડ ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં 2315 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 761 બેડ, HDUમાં 1096, વેન્ટિલેટર વિનાનાં ICUમાં 59 અને વેન્ટિલેટર પર 7 દર્દી સારવાર લઈ રહ્યા છે.

કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર જાહેર
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમનાં સગાંની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમનાં સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે એ માટે મેડિસિટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે. તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે 94097-66908 / 94097-76264 હેલ્પલાઇન નંબર, મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે – 940976697 હેલ્પલાઇ નંબર, આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) માટે – 079-49017074 / 079-49017075 હેલ્પલાઈન નંબર, યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે – 90999 55247 / 90999 55248 હેલ્પલાઈન નંબર, જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) માટે – 079-22690000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો