ડોલરની રેલમછેલ:સિંગર દિવ્યા ચૌધરી પર અમેરિકામાં ડોલરનો વરસાદ, મહિલાઓ પણ સ્ટેજ પર ચઢી ગઈ

એક મહિનો પહેલા

ગુજરાતી લોકગાયકો હવે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ વિદેશની ધરતી ઉપર પણ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે. ગુજરાતી કલાકરો અમેરિકામાં વસતા ગુજરાતી લોકોને પોતાના ગીતોથી નચાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં બનાસકાંઠાની લોકગાયિકા દિવ્યા ચૌધરીએ પણ અમેરિકાની ધરતી ઉપર રમઝટ બોલાવી હતી. બનાસકાંઠાની લોકગાયિકા દિવ્યા ચૌધરી ઉપર અમેરિકામાં ડોલરની રેલમછેલ કરવામાં આવી છે. અમેરિકાના સાઉથ જોર્ડનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોકગાયિકા દિવ્યા ચૌધરીના સૂર પર ઝૂમી ઉઠેલા ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મૂળ વતની અને લોકગાયિકા દિવ્યા ચૌધરીનો અમેરિકામાં એક મહિનામાં બીજી વાર કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે અમેરિકાના સાઉથ જોર્ડનના ઉટાહ શહેરમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યા ચૌધરીના સૂરો પર લોકો ઝૂમી ઉઠયા હતા અને લોકોએ દિવ્યા ચૌધરી પર ડોલરનો વરસાદ કર્યો હતો. લોકગાયિકાએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતા કાર્યક્રમમાં હાજર તમામ લોકો ઝૂમી ઉઠ્યા હતા. અમેરિકામાં વસતા ગુજરાતી લોકો પોતાના ગુજરાતી ગીતોની તાલે નાચી ઉઠ્યા હતા. ડોલરના વરસાદના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...