નવતર અભિગમ:સિનિયર એડવોકેટ અન્ય કેસમાં હોવાથી ચીફ જસ્ટિસે જુનિયર એડવોકેટને દલીલ શરૂ કરવા પ્રેરિત કર્યા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • ચીફ જસ્ટિસે જુનિયર એડવોકેટને દલીલ કરવાનો આગ્રહ કરી કહ્યું, 'મળેલી તકને ઝડપી લેવી જોઈએ.'
  • ગુજરાત હાઇકોર્ટમાં અકસ્માતના કિસ્સામાં વળતર અંગેની સુનાવણી હતી

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કોર્ટમાં આવતી તમામ બાબતોનો ઝડપથી નિકાલ થાય તે માટેના પ્રયાસોમાં લાગેલા છે. જે સંદર્ભે તેમની સમક્ષ આવેલ ફર્સ્ટ અપીલના કિસ્સામાં યુવા અને નવા એડવોકેટને કોર્ટ કાર્યવાહીનો અનુભવ થાય તે માટે હકારાત્મક અભિગમ દાખવ્યો. જ્યારે ફર્સ્ટ અપીલની બાબતનો નંબર આવ્યો તે સમયે એડવોકેટ અન્ય કોર્ટમાં વ્યસ્ત હતા, જેથી કોર્ટમાં તેમના સાથી જુનિયર એડવોકેટ પહોંચ્યા, પરંતુ ચીફ જસ્ટિસે તેમના સિનિયરના સ્થાને તેઓ જ કેસ ચલાવવા માટે દલીલ કરે તેવો આગ્રહ કર્યો, જેથી જુનિયર એડવોકેટને પણ કોર્ટમાં દલીલ કરવાનો અનુભવ મેળવે.

અકસ્માતના કિસ્સામાં વળતર અંગેની સુનાવણી હતી
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરજદારોના કેસ ચાલે અને ઝડપથી નિરાકરણ આવે તથા કોર્ટની કામગીરીનું ભારણ હળવું થાય, તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. જેને લઇને એક્સિડન્ટના કિસ્સામાં વળતર અંગેની સુનાવણીમાં એક મહત્વની ઘટના બની. આ કેસ અંગે કાર્યવાહીનો સમય આવ્યો ત્યારે અરજદારના વકીલ અન્ય કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા, જેથી એડવોકેટના જુનિયર કોર્ટ સમક્ષ હાજર હોવાથી તેમણે સિનિયર વકીલ અન્ય કોર્ટમાં હોવાની વાત કહી. જેની સામે ચીફ જસ્ટિસે તે જુનિયર 6 વર્ષથી એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરી રહ્યા હોવાનું તેમની પાસે જાણ્યું અને સિનિયર એડવોકેટના સ્થાને જુનિયર એડવોકેટ કેસ અંગે દલીલ કરે તેવો આગ્રહ રાખ્યો.

ચીફ જસ્ટિસે જુનિયર એડવોકેટને દલીલ શરૂ કરવા પ્રેરિત કર્યા
આ કેસમાં જસ્ટિસે એ પણ ટકોર કરી કે, જ્યારે તક મળે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ અને શીખવા માટે તૈયાર રહેવું જોઈએ. જે બાદ ચીફ જસ્ટિસે જુનિયર એડવોકેટને તેમની પાસે રહેલા કેસની ફાઇલ આપી, દલીલ શરુ કરવા માટે પ્રેરીત કર્યા. જોકે આ દરમિયાન જ સિનિયર એડવોકેટ અન્ય કોર્ટમાં પોતાની મેટર પૂર્ણ થતાં ચીફ જસ્ટિસની કોર્ટમાં હાજર થયા હતા.