તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યોતિષ:59 વર્ષ પછી 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં 6 ગ્રહનું એક સાથે પરિભ્રમણ, કુદરતી આપત્તિની આશંકા

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: સંકેત ઠાકર
 • કૉપી લિંક
 • લાંબા ગાળાના ગ્રહો શનિ, ગુરુ પછી શુક્ર, બુધ, સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં આવશ

આગામી 12મી ફેબ્રુઆરી ગોચરના 6 ગ્રહો એક સાથે મકર રાશિમાં આવશે. એક સાથે 6 ગ્રહોનું આ જોડાણ પૃથ્વી તેમજ મકર અને કર્ક રાશિના વ્યક્તિઓ, દેશો માટે નુકસાન કરનારું રહેશે. મકર રાશિ શનિની રાશિ છે, જેમાં હાલ શનિ, ગુરુ જેવા લાંબા ગાળાના ગ્રહોનું પરિભ્રમણ ચાલે છે, શુક્ર અને બુધ અને સૂર્ય પણ આ રાશિમાં છે, 12મીએ ચંદ્ર પણ મકર રાશિમાં પ્રેવશ કરશે.

9 ગ્રહો પૈકી 6 ગ્રહો એક જ રાશિમાં ભેગા થવાને કારણે તેની ખરાબ અસરો ઉભી થતી હોવાનું જ્યોતિષશાસ્ત્રીઓ માની રહ્યા છે. જેમાં શનિ ખરાબ ગ્રહ, સૂર્ય ક્રુરગ્રહ, ગુરુ અને શુક્ર શુભ ગ્રહ છે ત્યારે બુધ પણ તેમની સાથે ભળતાં આ રાશિમાં 6 ગ્રહોનું પરિભ્રમણ કેટલાક ખરાબ પરિણામ આપી શકે છે. મકર પૃથ્વી તત્વની રાશિ છે ત્યારે પૃથ્વીના પેટાળમાં કે અન્ય રીતે ખુવારી થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. કુદરતી કે અકુદરતી આપત્તિ જેવી કે ધરતીકંપ સુનામી, પૂર વાવાઝોડું આંદોલનો કે બે દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ કે અન્ય કોઈ કુદરતી આફત આવી શકે છે, જેને કારણે જાનમાલનું નુકસાન પણ થઇ શકે છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર ભૂતકાળમાં પણ પૃથ્વી તત્વની રાશિ અશુભ બની હોય ત્યારે આ મુજબના અશુભ ફળો મળેલા છે તે મુજબ આ છ ગ્રહોનો યોગ પણ અશુભ નીવડી શકે.

મકર અને કર્ક રાશિ પર સૌથી વધુ માઠી અસર પડી શકે છે
મુખ્યત્વે આ યોગ મકર રાશિમાં હોવાથી મકર અને કર્ક રાશિ પર સૌથી વધુ અસર પડી શકે છે. મકર સામે બરોબર સાતમે કર્ક રાશિ આવતી હોવાથી તેની પર આ છ ગ્રહોની તીવ્ર અશુભ અસર થઈ શકે છે. આ રાશિના લોકોના કાર્યોમાં અચાનક રુકાવટ મુશ્કેલી અને નાની મોટી નુકસાની થઇ શકે છે. આ બંને રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખી મોટા સાહસોથી દૂર રહેવું, નોકરી કે વ્યવસાયમાં અચાનક બદલાવ ન કરવો, લગ્નજીવન તેમજ ભાઇ ભાડું કુટુંબ કે મિત્રો સાથે વાદવિવાદથી બચવું એકંદરે 3 થી 4 મહિનાનો સમય સાચવીને કાઢી નાખવાની જ્યોતિષીઓની સલાહ છે.

અશુભ પ્રભાવ આ રીતે દૂર થઈ શકે
શનિ વાર કરવો એક સમય સાંજે ભોજન કરવું અને તેમાં પણ અડદની દાળ અને રોટલીનું ભોજન લેવું દિવસ દરમિયાન દૂધ અને ફળ લઇ શકાય શનિવારે શનિ દેવ તેમ જ હનુમાનજીના દર્શન કરવા તેલ સિંદૂર અર્પણ કરી અશુભ પ્રભાવથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવી તથા તેમની આરાધના કરવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો