અનોખા દર્શન:સ્વામિનારાયણ ભગવાનની 7070 મૂર્તિનાં એકસાથે દર્શન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે ‘અનેકરૂપે સ્વામિનારાયણ’ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત વિશ્વવિક્રમ સર્જાયો હતો. આ કાર્યક્રમનો અહેવાલ વિશ્વવિક્રમ જાહેર કરવા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સને મોકલવામાં આવ્યો હતો.

સંસ્થાના વડા જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી 170 ગામના હરિભકતોના ઘરેથી લવાયેલી ઘનશ્યામ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાનની 7070 મૂર્તિનાં એકસાથે દર્શનનો નજારો જોવા મળ્યો હતો. મૂર્તિ આગમનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતે દેશભરમાંથી આવેલી મૂર્તિઓની ‌જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમ જ ઉપસ્થિત સંતોએ સામૂહિક પૂજા કરી હતી. આ મૂર્તિઓ 27 વર્તુળોમાં ગોઠવવામાં આવી હતી. દરેક મૂર્તિના શણગાર વૈવિધ્યસભર હતા.

અન્ય સમાચારો પણ છે...