શક્યતા:બૂલિયન માર્કેટમાં સોના કરતા ચાંદી સવાઇ, રૂ.52000 નજીક, સોનું વધી ઝડપી રૂ.50000 થવા કૂચ

અમદાવાદ3 વર્ષ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
  • ચાંદી 19.30 ડોલર સુધી પહોંચી શકે

બૂલિયન માર્કેટમાં સોનાની તુલનાએ ચાંદીમાં તેજીનો ટોન જળવાઇ રહ્યો છે. રોકાણકારોનું આકર્ષણ વધતાં ઝડપી તેજી આવી છે. હાજર બજારમાં ચાંદી 50500ની સપાટી કુદાવી ચૂકી છે જ્યારે વૈશ્વિક બજારમાં ચાંદી 18 ડોલર કુદાવી સપ્તાહના અંતે 18.50 ડોલર બંધ રહી છે. આગામી સપ્તાહે ચાંદી 18.70-19.30 ડોલર સુધી પહોંચી શકે છે. ચાંદી આગામી સપ્તાહે 52000ની સપાટી કુદાવે તો નવાઇ નહિં. જ્યારે સોનું ધીમી ગતીએ તેજી તરફી ટોન દર્શાવે છે. વૈશ્વિક 1750 ડોલર કુદાવવા સાથે સ્થાનિક 48500 રહ્યું છે. જે ઝડપી રૂ.50000ની સપાટીએ આંબશે.

એગ્રી કોમોડિટી ટોન નરમાઇ તરફી રહેશે
એગ્રી કોમોડિટીમાં ફંડામેન્ટલ નરમાઇ તરફી રહ્યાં છે. જ્યાં સુધી નિકાસ વેપાર અને સ્થાનિકમાં માગ ન ખુલે ત્યાં સુધી તેજીની શક્યતા નહિંવત્ છે. વધુમાં રવી, ઉનાળુ માલોની વેચવાલી અને ખરીફ સિઝન નજીક આવી રહી હોવાથી ભાવ સપાટી ઢીલી રહી છે. વૈશ્વિક સ્તરે કોમોડિટી માર્કેટમાં ટ્રેન્ડ નરમ રહ્યો છે. હાજર બજાર સાથે વાયદામાં પણ વોલ્યુમ-વોલેટાલિટી સંકળાઇ ગયા હોવાથી ટ્રેન્ડ નરમ રહ્યો છે. બેઝમેટલ્સ માર્કેટમાં નિકલ, ઝિંકમાં મજબૂતી જોવા મળી શકે છે.

આ 3 ફેક્ટર કોમોડિટીમાં તેજી લાવી શકે

  • વૈશ્વિક વેપાર ઝડપી વેગવંતા બનેઃ દેશના મોટાભાગના વિસ્તારોમાંથી લોકડાઉન હળવું/નાબૂદ થવા સાથે આર્થિક પ્રવૃત્તિને વેગ મળવાનો આશાવાદ છે. તેને ધ્યાનમાં રાખીને આયાત-નિકાસ વેપારને ઝડપી વેગ મળી શકે છે.
  • ફોરેક્સ માર્કેટમાં ડોલરની મૂૂવમેન્ટઃ ફોરેક્સ માર્કેટમાં ડોલરની મૂવમેન્ટ કેવી રહે છે તેના પર કોમોડિટી માર્કેટમાં તેજી-મંદી નિર્ભર રહેશે.ખાસકરીને મેટલ્સ માર્કેટમાં ડોલરની ઇફેક્ટ મહત્વની બની રહે છે.
  • કોમોડિટી માર્કેટમાં વાયદામાં વોલેટાલિટી વધેઃ કોમોડિટી માર્કેટમાં જ્યાં સુધી વાયદાના વેપારમાં વોલેટાલિટિ નહિં વધે ત્યાં સુધી તેજીના સંકેતો નથી. વોલ્યુમને વેગ મળે તે જરૂરી.
અન્ય સમાચારો પણ છે...