આયકર વિભાગની કાર્યવાહી:બોગસ ડોનેશન અને ટેકસ કૌભાંડના સંદર્ભમાં સિલ્વર ઓકના મોટાપાયે રોકડ તેમજ બેનામી વ્યવહારો પકડાયા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઇન્કમટેક્સનાં વધુ 6 સહિત અમદાવાદમાં કુલ 96 સ્થળે દરોડા
  • નાના રાજકીય પક્ષો પાસેથી ધાર્યા કરતાં વધુ દસ્તાવેજ મળ્યા

બોગસ ડોનેશન અને ટેકસ કૌભાંડના સંદર્ભમાં આવકવેરા વિભાગે બુધવારે અમદાવાદમાં 90 જગ્યાએ દરોડા પાડ્યા હતા. ગુરુવારે આયકર વિભાગે શહેરમાં વધુ 6 જગ્યા ઉમેરીને કુલ 96 જગ્યાએ દરોડાની કાર્યવાહી શુક્રવારે પણ યથાવત્ રાખી હતી. દરોડા દરમિયાન આયકર વિભાગને મોટી સંખ્યામાં બાનાખત અને મોટી રકમના ચેક અને રોકડના વ્યવહારો મળી આવ્યા છે.

આયકર વિભાગને પ્રોપર્ટીમાં રોકાણ કર્યા હોવાના દસ્તાવેજો મળી આવ્યા છે. જ્યારે રોકડા અને ચેકથી કરેલી ખરીદ વેચાણના વ્યવહારોમાં સંડોવાયેલા લોકોની માહિતી મળી છે. બુધવારે દેશભરમાં શરૂ થયેલા આયકર વિભાગના દરોડામાં રાજ્યમાં કુલ 125 જગ્યાએ દરોડા પડાયા હતા. જ્યારે શહેરમાં સૌથી વધારે 96 જગ્યા દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ઇન્કમટેકસ અધિકારીઓની મોટી ટીમ બીજા રાજ્યોમાંથી બોલાવવામાં આવી છે.

આયકર વિભાગના 550 કરતા વધારે અધિકારીઓ અને એસઆરપીના 350 કરતા વધારે કર્મચારીઓને આ દરોડામાં સામેલ કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન સિલ્વર ઓક યુનિવર્સિટીના સંચાલકો પાસેથી મોટા પ્રમાણમાં રોકડ, ચેકના વ્યવહારો મળ્યા હતા. આ ઉપરાંત બેનામી મિલકતોમાં કરવામાં આવેલા રોકાણો મળી આવ્યા છે. જ્યારે રાજકીય પક્ષો પાસેથી આયકર વિભાગને ધાર્યા કરતા વધારે દસ્તાવેજો મળી આવ્યા છે. જેના આધારે ટૂંક સમયમાં બીજા દરોડા પડે તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...