ગૌરવ:સિલ્વર ઓક યુનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ IEEE સ્તરમાં સર્વોચ્ચ સન્માન

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
એવોર્ડ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓની તસવીર - Divya Bhaskar
એવોર્ડ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓની તસવીર
  • IEEE વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય તકનીકી વ્યવસાયિક સંસ્થા છે

સિલ્વર ઓક યુનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ IEEE (R10) સ્તરમાં સર્વોચ્ચ સન્માન કરાયું છે. IEEE વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય તકનીકી વ્યવસાયિક સંસ્થા છે. IEEE તેના તમામ સભ્યોના સર્વાંગી વિકાસ કરવાના હેતુ સાથે તે વિશ્વભરમાં વિસ્તરેલી છે. કાર્યક્ષેત્રને સમાન રાખીને સંસ્થાએ વિદ્યાર્થીઓની તકનીકી નવીનતાઓ અને સંશોધનિક અભિગમ કેળવવાના હેતુ સાથે વિદ્યાર્થી શાખાઓની શરૂઆત કરી હતી. IEEEના વૈશ્વિક નક્શામાં રિજીયન 10એ એશિયા-પેસિફિક ક્ષેત્ર તરીકે ઓળખાતો રિજીયન છે, જેમાં એશિયા ખંડના 48 દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા ખંડ સહીતની 1644 IEEE વિદ્યાર્થી શાખાઓ સમાવિષ્ટ છે.

સિલ્વર ઓક યુનિ.ના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ ડો.સાત્વિક ખારાએ કહ્યું કે, “કોઈપણ વિદ્યાર્થી શાખા માટે સમગ્ર R10 રિજીયન સ્તરે આ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. સિલ્વર ઓક યુનિવર્સિટી IEEE વિદ્યાર્થી શાખાને તેના વિવિધ આયોજનો થકી શિક્ષણ ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિમાં સતત યોગદાન આપવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. સિલ્વર ઓક યુનિવર્સિટી IEEE વિદ્યાર્થી શાખા, તેના સ્થાપના વર્ષથી જ ગુજરાત સ્તરે વિવિધ પુરસ્કાર મેળવતી આવતી રહી છે.

તેમણે આગળ કહ્યું, આજ વારસાને આગળ ધપાવતા આજે, સિલ્વર ઓક યુનિવર્સિટી IEEE વિદ્યાર્થી શાખાએ સમગ્ર R10 રિજીયનની તમામ 1644 IEEE વિદ્યાર્થી શાખાઓ જે ભારત, જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ચીન વગેરે જેવા અનેક દેશોમાં વિસ્તરેલી છે તેમાં સર્વોચ્ચ સન્માન મેળવવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. 2017માં ફક્ત થોડા વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ IEEE વિદ્યાર્થી શાખા, 4 વર્ષનાં ટૂંકા કાર્યકાળમાં જ આજે રાજ્યમાં કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર R10 રિજીયનમાં સૌથી વધુ પ્રગતિશીલ શાખા તરીકે અલગ તરી આવી છે. આનો પુરાવો વિદ્યાર્થી શાખામાં સતત વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા છે, જેની નોંધ અને પ્રશંસા ગુજરાત વિભાગ અને ઇન્ડિયા કાઉન્સિલની સાથે-સાથે હવે સમગ્ર R10 ક્ષેત્ર દ્વારા પણ કરવામાં આવી છે.”

આ અદ્વિતીય સફળતાનું કારણ સિલ્વર ઓક યુનિવર્સિટી મેનેજમેન્ટનો સહયોગ, પ્રધ્યાપકોનું માર્ગદર્શન અને મેહનત અને શાખાનાં ઉત્સાહી વિદ્યાર્થી સભ્યો છે, જેમણે સતત પરિશ્રમ કરીને, સિલ્વર ઓક યુનિવર્સિટીની વિદ્યાર્થી શાખાને ટોચનું સ્થાન અપાવ્યું છે. સ્ટુડન્ટ બ્રાન્ચ, તેના સભ્યોને વિવિધ તકો આપે છે અને તેમને તકનીકી રીતે પોતાની જાતને ઉન્નત કરવાનું પ્લેટફોર્મ આપે છે. વિદ્યાર્થી શાખાની વિવિધ પ્રવૃત્તિઓ સભ્યોની સંચાલકીય કુશળતા કેળવવામાં મહત્વનું યોગદાન આપે છે અને તેમને તેમના સમયનો સદુપયોગ કરતા પણ શીખવે છે.

વિદ્યાર્થી શાખાએ અત્યાર સુધીમાં તેના સભ્યો માટે 120થી વધુ તકનિકી કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં STTP વર્કશોપ અને વિદ્યાર્થી વિકાસ પહેલ, જેવી કે "એપ ડેવલપમેન્ટ SIG", "સાયબર સિક્યુરિટી ક્લબ" , "મેધા-મશીન લર્નિંગ ક્લબ" વગેરેનો સમાવેશ થાય છે. સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિભાગમાં સિલ્વર ઓક યુનિવર્સિટી એક આગવું ગૌરવ અને સ્થાન ધરાવે છે. ડિપાર્ટમેન્ટના કટિબદ્ધ ફેકલ્ટી મેમ્બર્સ હંમેશા વિદ્યાર્થી સાથે તાલમેલ રાખીને કૌશલ્યપૂર્ણ કાર્ય કરવા માટે પ્રેરણા આપતા રહે છે.