28 વર્ષીય મોહન મહાપાત્રા જે સાંઈરામ ગાંધીનામથી જાણીતા છે અને થિયેટર આર્ટિસ્ટ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરાઈને 2014થી જ સિલ્વર ગાંધી બનીને અલગ અલગ રાજ્યોમાં યાત્રા કરી રહ્યા છે. ચહેરા પર ચાંદીનો રંગ અને ગાંધીના પોશાક પહેરીને હરિયાણા, રાજસ્થાન, ઓડિશા, દિલ્હી, યુપી સહિત અનેક રાજ્યોમાં ગાંધીના રૂપમાં સ્વચ્છતાનો સંદેશ આપવા માટે ફરી ચુક્યા છે.
સિલ્વર ગાંધી નામથી જાણીતા મોહનપાત્રાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે હું ખુશ છું કારણ કે મારું નામ પણ મોહન છે. જ્યારે ત્રીજા ધોરણમાં હતો ત્યારે ગાંધીજીથી પ્રેરિત થયો હતો અને સ્કૂલના દિવસોમાં પણ ગાંધીની ભૂમિકા ભજવતો હતો.
PM મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કરતા પ્રેરણા મળી
મોહનપાત્રાએ આગળ જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું ત્યારે હું તેનાથી પ્રેરિત થયો હતો અને પછી મહાત્મા ગાંધીના દર્શન સાથે મેં આપણીઆસપાસ સ્વચ્છતાની જરૂરિયાત પર સંદેશ ફેલાવવાનું શરૂ કર્યું. જેના ભાગરૂપે 2014થી અત્યાર સુધી સિલ્વર ગાંધી બનીને 3000 કિલોમીટર ભારત ભ્રમણ કરી ચુક્યો છું. દરરોજ બે કલાક જે પણ રાજ્યમાં હોય ત્યાં પગપાળા ચાલીને લોકોને પોતાના ગાંધી પોશાક દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપું છું તેમને કહ્યું હું ગાંધીનગરથી દિલ્હી સુધી પગપાળા મોદીજીને મળવા જઈશ. હું લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે કોઈની પાસે પૈસા નથી લેતો પણ કેટલાક લોકો તેમની રીતે મને મદદ કરતા હોય છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હોય છે ત્યાં હાજરી આપું છું. જ્યાં લોકો મારી સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરે છે.
સિલ્વર ગાંધીને મોટી યાત્રા કરવા બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા છે તે સમયના મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અનેક પૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ તેઓને સ્વચ્છતાના આ કાર્ય બદલ પ્રોતસાહિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.