ભાસ્કર વિશેષ:MBBS માટે પરિણામનું મહત્ત્વ મિનિમમ એલિજિબિલિટી પૂરતું

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

AA ગ્રુપમાં 60:40 એટલે કે ધો.12ના 60% ગુજકેટના 40%ના આધારે પ્રવેશ પ્રક્રિયા થશે

વિદ્યાર્થીઓના સવાલ
મને એ-ગ્રુપમાં 70 ટકા માર્કસ છે તો ક્યાં પ્રવેશ મળી શકશે?

ધો. 12 ‘AA’ ગ્રુપમાં પ્રવેશ પ્રક્રિયા 60:40 એટલે કે 60 % ધો. 12 ના અને 40 % ગુજકેટના કમ્બાઈન મેરીટ આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

ફાર્મસી, આયુર્વેદિક કે હોમિયોપેથીમાં એડમિશન શરૂ થઈ જશે?
મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીયોપથી નીટના આધારે પ્રવેશ હાથ ધરાશે. ફાર્મસીમાં પ્રવેશ માટે એ-ગ્રુપ અને બી-ગ્રુપ બંને માટે તક છે.

બોર્ડ અને GUJCETના રિઝલ્ટ પરથી મેરિટ કેવી રીતે નક્કી થાય છે?
ફિઝિક્સ-કેમેસ્ટ્રી, મેથ્સના 60 ટકા અને ગુજકેટના મેળવેલ ગુણના 40 ટકા એમ બંનેના કુલ માર્ક્સના આધારે મેરીટ નક્કી થશે.

નિરમા, એલ.ડી., વિશ્વકર્મામાં પ્રવેશ માટે કેટલા માર્ક જરૂરી છે.
તમામ કોલેજોમાં વિવિધ વિદ્યાશાખા (બ્રાંચ) માં કેટલા માર્ક્સ પ્રવેશ અટક્યા તે એ.સી.પી.સી. ની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

બી-ગ્રુપ છે. મારે ફાર્મા-ડીમાં એડમિશન લેવુ કે પછી આયુર્વેદમાં?
વિદેશ જવું હોય તો ફાર્મા-ડી અને ભારતમાં જ ડોક્ટર તરીકે કારકિર્દી બનાવવી હોય તો આયુર્વેદ પર પસંદગી ઉતારી શકાય છે. બન્ને વિદ્યાશાખાઓનું આપણે ત્યાં પૂરતું મહત્ત્વ છે.

વાલીઓના સવાલ
જેઈઈ મેઇન પરીક્ષા બાકી છે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કે ગુજરાતમાં મેરિટને આધારે એડમિશન લઈ લેવું જોઈએ?
ઈજનેરીમાં પ્રવેશની જાહેરાત આગામી દિવસોમાં આવશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે સમય મળશે. ઉતાવળ ઠીક નથી.

એમબીબીએસમાં એડમિશન માટે બોર્ડનાં રિઝલ્ટનું મહત્ત્વ શું?
MBBSમાં ધો.12ના પરિણામનું મહત્વ મિનિમમ એલીજિબિલિટી પૂરતું જ છે. એટલે કે નીટ માં ગમે તેટલા ઊંચો સ્કોર મેળવો તો પણ ધો. 12 માં લઘુતમ ગુણાંક ન મેળવો તો MBBSમાં પ્રવેશ મળી શકે નહીં.

મારી દીકરી ભણવામાં સામાન્ય છે. તે બી-ગ્રુપમાં છે તો તેણે આગળ કઈ લાઇનમાં એડમિશન લેવું જોઈએ?
દીકરીને રસ-રુચિ અનુસાર કરિયર પસંદ કરવા પ્રોત્સાહિત કરો. B.Scના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકાય. ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અધિકારી પણ બની શકાય.

દીકરાને સ્પેસ ટેકનોલોજીમાં રસ છે, ગુજરાતમાં ક્યાં કોર્સ ચાલે છે?
ગુજરાતમાં કોઈ સંસ્થા નથી. તિરુવનંતપુરમ નજીક ઇસરોના કેન્દ્રમાં પ્રવેશ માટે પ્રયત્ન કરી શકાય છે. વેબસાઇટ: www.iist.ac.in

(વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોના જવાબ જાણીતા કરિયર કાઉન્સિલર અને શિક્ષણવિદ્દ ડૉ.મનીષ દોશીએ જવાબ આપ્યા હતા. )

અન્ય સમાચારો પણ છે...