તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધો મજબૂત બન્યાં:રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કંબોડિયા પોલીસ એકેડેમી વચ્ચે તાલીમ, શૈક્ષણિક અને સુરક્ષા અધિકારીઓને મદદ કરવા માટે હસ્તાક્ષર થયા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વતી કુલપતિ. ડો. બિમલ પટેલે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા

આજે 13 જુલાઈ, 2021ના રોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી(આરઆરયુ) અને કંબોડિયા પોલીસ એકેડેમી(પીએસી) વચ્ચે તાલીમ, શૈક્ષણિક, ઉત્કૃષ્ટતા, તકનીકી અને સંશોધન દ્વારા સલામતી અને પોલીસ ક્ષેત્રમાં કંબોડિયા કિંગડમના કાયદા અમલીકરણ અધિકારી, ન્યાયતંત્ર અને સુરક્ષા અધિકારીઓને મદદ કરવા માટે હસ્તાક્ષર કર્યા.

કંબોડિયાની પોલીસ એકેડેમીમાંથી, એકેડેમીના પ્રમુખ, પોલીસ જનરલ, પ્રો.સેંગ ફાલ્લીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વતી કુલપતિ. ડો. બિમલ પટેલે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

પોલીસ જનરલ પ્રો.સેંગ ફેલી, એકેડેમીના પ્રમુખએ તેમની એકેડેમી માટે સુરક્ષા અને પોલિસીંગ ક્ષેત્રે પડકારો અને સારી પ્રથાઓની આવશ્યક્તા, ટેક્નોલોજી, ક્ષમતા નિર્માણ, સંશોધન અને તાલીમ વિશે સમજાવ્યું.

પ્રો. ડો. બિમલ પટેલ-વાઈસ ચાન્સેલર દ્વારા પોલીસ એકેડેમીના તેમના પ્રમુખ દ્વારા વિનંતી મુજબ કંબોડિયાની પોલીસ એકેડેમીને ક્ષેત્રોમાં જરૂરી સહાય પુરી પાડવાની ખાતરી આપી હતી. તેમણે ભારત અને કંબોડિયા વચ્ચેના લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધો પર પણ વાત કરી.

અન્ય સમાચારો પણ છે...