તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુનિવર્સિટી કેમ્પસમાં અને તેની સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર, સ્ટાફ વગેરે મળીને આ કેમ્પેનમાં ભાગ લીધો હતો. હું મતદાન કરીશ તે માટે બોર્ડ પર સિગ્નેચર કર્યા હતા. આ કેમ્પેનમાં 20 હજારથી વધુ એ સામુહિક સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લીધો હતો. જિલ્લા કલેક્ટર કચેરી અમદાવાદના માર્ગદર્શનમાં મતદાન જાગરૂકતા અભિયાન અંતર્ગત કોર્પોરેશનની 2020ની ચૂંટણી અંતર્ગત હું નૈતિક રીતે મતદાન કરીશ અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરીશ તે અંતર્ગત સિગ્નેચર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જીઆઈટીમાં એફડીપી પ્રોગ્રામ યોજાયો
જીઆઈટીમાં ઓનલાઈન ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં જીટીયુની 90થી વધુ ફેકલ્ટીએ ભાગ લીધો હતો. ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરી અને એડવાઈઝર ડૉ. નરોત્તમ શાહુ હાજર રહ્યા હતા. જેમાં પોસ્ટ લૉકડાઉન ટ્રેન્ડ્સ ઈન કેડ-મેડ એન્ડ મેન્યુફેક્ચરિંગ ફોર એમએસએમઈ વિષય પર વાત કરવામાં આવી હતી. જેમાં જીટીયુના વીસી નવીન શેઠ પણ હાજર રહ્યા હતા જેમને આ વિષયને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા. કેનેડાના વોટરલૂ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. સત્યમ પંચાલ અને સીપીઆરઆઈ બેંગલોરના ડૉ. કુલદીપ રાણાએ ઇલેક્ટ્રિકલ વાહનોના નવીનતમ વલણો, તેમના પડકારો અને લિથિયમ આયન બેટરીની લાઈફમાં સુધારો કેવી રીતે કરવો તે વિષય પર વાત કરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.