નશામુક્તિ અભિયાન:બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં સહી ઝૂંબેશ, 200થી વધુ વિદ્યાર્થીઓએ સહી કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI દ્વારા હવે દારૂ,ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા દૂષણો નાબૂદ કરવા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.આ ઝુંબેશમાં કોલેજના વિદ્યાર્થીઓની સહી કરાવવામાં આવી હતી. જેમાં 200 થી વધુ વિદ્યાર્થીઓએ સહી કરી હતી.

કોલેજની બહાર મુકેલા બોર્ડ પર વિદ્યાર્થીઓએ સહી કરી
ગુજરાત યુનિવર્સિટીમાં કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડના વિરોધમાં તેમજ ગુજરાતમાં દારૂ,ડ્રગ્સ અને ગાંજા કેવા દૂષણો નાબૂદ કરવા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં બોર્ડ કોલેજની બહાર મુકવામાં આવ્યું હતુ.આ બોર્ડમાં ગુજરાત યુનિવર્સિટીના 200થી વધુ વિદ્યાર્થીઓએ સહી કરી હતી.અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં NSUI દ્વારા સહી ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી.

લોકજાગૃતિ માટે સહી ઝૂંબેશ
NSUIના નેતા સંજય સોલંકીએ જણાવ્યું હતું કે સરકારના વિરોધમાં અને લોકો જાગૃત થાય તે માટે સહી ઝુંબેશ શરૂ કરી છે. જેમાં લોકોનો ખૂબ જ સહકાર મળ્યો છે. જેથી હવે આગામી દિવસમાં નશમુક્ત ગુજરાત બને તે માટે અમે પુરતા પ્રયત્ન કરીશું અને વિવિધ કાર્યક્રમ આપીશું.

અન્ય સમાચારો પણ છે...