તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદની સિફા હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડ્યો, નજર સામે દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી જતા લાચાર તબીબે વીડિયો બનાવી મદદ માગી

અમદાવાદ15 દિવસ પહેલા
અમદાવાદની સિફા હોસ્પિટલની તસ�
  • કોરોનાના દર્દીઓની સારવાર કરતી ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટ્યો.
  • ઓક્સિજન વિના લાચાર મહિલા તબીબે વીડિયો બનાવી મદદની માગણી કરી.
  • નીતિન પટેલે કહ્યું, કોઈ પણ વીડિયો અંગે મને ખ્યાલ નથી. આવા કોઈ વીડિયો પ્રોપર વે થી આવશે તો તપાસ કરાવીશ.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કોરોનાના રેકોર્ડ બ્રેક દર્દીઓ વધી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દવા અને ઓક્સિજનની કમી હોય તેવા વીડિયો સામે આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ બન્યો છે. અમદાવાદની એક હોસ્પિટલમાં આવી રીતે ઓક્સિજનની કમી થઈ હોવાનો વીડિયો સામે આવતા ફફડાટ થઈ ગયો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, મને આ વિશે ધ્યાન નથી. અને કોઈ પણ વીડિયો આવી રીતે બનાવી દે તો તેની તપાસ કરવી શક્ય નથી. કોઈ પ્રોપર ચેનલ થ્રુ આવશે તો જરૂર એક્શન લઈશું.

અમદાવાદની હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટ્યો
અમદાવાદના ફુલબજાર અને દાણીલીમડામાં ચાર રસ્તા પાસે આવેલી સિફા હોસ્પિટલમાં કોરોનાના 28 દર્દીઓ છે જેમાંથી કેટલાક દર્દીઓ ઓક્સિજન અને બાયોપેપ પર સારવાર લઈ રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ત્યાં હાજર ડોકટર કહી રહ્યા છે, અહીંયા ઓક્સિજનની કમી છે. તેમજ હાલ સારવારમાં તેની અસર થઈ રહી છે.

કોરોનાના દર્દીની ફાઈલ તસવીર
કોરોનાના દર્દીની ફાઈલ તસવીર

મદદ ન મળતા ડોક્ટરે બનાવ્યો વીડિયો
કોઇ માર્ગ ન મળતા હોસ્પિટલમાંથી ડોક્ટરને વીડિયો બનાવીને વાઇરલ કર્યો છે અને ઓક્સિજન સપ્લાયની મદદ માટે ગુહાર લગાવી છે. હાલમાં સિફા હોસ્પિટલમાં કુલ કોરોનાના 28 દર્દીઓ દાખલ છે, જેમાં 22 દર્દીઓ ક્રિટીકલ છે. 6 દર્દીઓ ઓક્સિજન પર અને અન્ય 6 દર્દીઓ બાયપેપ પર છે. ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓનો જીવ જઇ શકે તેવો હોસ્પિટલના સ્ટાફમાં ભય છે. એવામાં કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ થઈ રહ્યા છે.

નીતિન પટેલે કહ્યું- મને ખ્યાન નથી
આ વાઈરલ વીડિયોની ગંભીરતાને લઈને આજે આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોઈ પણ વીડિયો અંગે મને ખ્યાલ નથી. દરેક વીડિયોની તપાસ કરવી અમારા માટે શક્ય નથી. આવા કોઈ વીડિયો પ્રોપર વે થી આવશે તો તેની તપાસ કરાવીશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો