જગતપુર રેલવે ઓવરબ્રિજ વિવાદ:સિદ્ધિ ગ્રુપના બિલ્ડરો રૂ. 7 કરોડ ચૂકવવા માટે તૈયાર, હવે ભાજપના શાસકો હજી ફેર વિચારણા કરશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ચોથી વખત 25 ટકા ખર્ચ ભોગવવા મામલે આવેલી દરખાસ્ત પરત મોકલાઈ
  • સિદ્ધિ ગ્રુપે કોઈ શરત વગર રૂ. સાત કરોડ ચૂકવવા કહ્યું છે, જો કે હજી દરખાસ્ત પરત મોકલી છે: મહાદેવ દેસાઈ

અમદાવાદના જગતપુર પાસે રેલવે ઓવરબ્રિજ બનતા પહેલા જ વિવાદમાં આવ્યો છે. સિદ્ધિ ગ્રુપ બિલ્ડરે વગર શરતે રૂ. 7 કરોડ ચૂકવવાની તૈયારી દર્શાવી હોવાનું રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે. આ અંતર્ગત એક કરોડના બે ચેક પણ જમા કરાવ્યા હોવાનું જણાવ્યું છે. 25 ટકા હિસ્સેદારી આપવાનો અગાઉ ઈન્કાર કર્યો હતો. બિલ્ડરે ફરી નાદારી દર્શાવતા એએમસીના ભાજપના શાસકોએ ફેર વિચારણા કરશે.

વગર શરતે 7 કરોડ ચૂકવવાની સિદ્ધિ ગ્રુપે તૈયારી દર્શાવી
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, સિદ્ધિ ગ્રુપ બિલ્ડર દ્વારા બ્રિજ મામલે કોઈપણ શરત વગર રૂ. સાત કરોડ ચૂકવવાની તૈયારી દર્શાવવામાં આવી છે જેમાં રૂ. 1 કરોડના બે ચેક જમા પણ કરાવ્યા છે અને એડવાન્સ ચેક આપવાની તૈયારી પણ દર્શાવી છે જો કે આજે મળેલી કમિટીમાં કોર્પોરેશનને આ હિસ્સેદારીના 25 ટકા એટલે કે રૂ 15થી 20 કરોડ ભોગવવા માટેની મંજૂરી આ કામ અંગે ચર્ચા વિચારણા માટે ફરીથી મળનારી કમિટીમાં મલાવવામાં આવશે.

પીપીપી ધોરણે જગતપુર રેલવે ઓવરબ્રિજ બને છે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે તૈયાર થનાર બ્રિજમાં હિસ્સેદારી આપવા તૈયાર થનાર સિદ્ધિ ગ્રુપ બિલ્ડરે હવે કોરોનાના નામે પોતાની 25 ટકા હિસ્સેદારી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેને લઈ કોર્પોરેશનના અધિકારીઓએ હિસ્સેદારીની રકમ આપવા મિટિંગ કરી હતી. જેમાં ઔડામાં કેટલાક પ્લાન ઝડપથી પાસ કરવા મુદ્દે બિલ્ડરે ઓફર મૂકી હતી. ચર્ચા વિચારણા અંતે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ચોથી વખત સિદ્ધિ ગ્રુપની પૈસા આપવાની નાદારી નોંધાવતા કોર્પોરેશનને ખર્ચ ભોગવવા અંગે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેને આજે મળેલી કમિટીમાં પણ આ દરખાસ્તને પરત મોકલવામાં આવી છે.

સિદ્ધિ ગ્રુપ પાસે પૈસા નથી જેથી ખર્ચ કોર્પોરેશન પર આવી પડ્યો છે
શહેરને ફાટક મુક્ત કરવાના પ્રયાસ વચ્ચે જગતપુર ખાતે બની રહેલા રેલવે ઓવરબ્રિજ હવે ઝડપથી બનશે કે કેમ તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017માં ખાનગી બિલ્ડર સિદ્ધિ ગ્રુપના 25 ટકાના ખર્ચના સહયોગથી PPP ધોરણે રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવા જણાવ્યું હતું. હવે સિદ્ધિ ગ્રુપ દ્વારા હવે કોરોનામાં તેઓ પાસે પૈસા નથી તેમ કહી હાથ અધ્ધર કરી લીધા છે. જેથી હવે 25 ટકા ખર્ચ કોર્પોરેશન પર આવી પડ્યો હતો. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનએ સિદ્ધિ ગ્રુપના ડાયરેક્ટર સાથે મિટિંગ પણ થઈ હતી.

એએસીને બ્લેકમેઈલિંગ કરતું હોય તેમ ઔડાની સ્કીમ પાસ કરવા પ્રપોઝલ મૂકી
આ મિટિંગની મિનિટસ ઓફ મિટિંગમા જણાવ્યુ હતું કે સિદ્ધી ગૃપ ઓફ કંપનીએ દ્વારા અગાઉ 19-7- 2019ના રોજ બ્રિજના કુલ ખર્ચેના 25 ટકા કોસ્ટ શેરિંગ માટે સહમતી દર્શાવેલી હતી . પરંતુ આખરે ત્રણ વર્ષ બાદ તેઓ કોવિડ મહામારીના પગલે રિએલ એસ્ટેટમાં આવેલી ગંભીર મંદીના કારણે તેઓ 25 ટકા કોસ્ટ શેરિંગ માટે ફંડ આપી શકે તેમ નથી તેમ કહી હાથ અધ્ધર કરી નાંખ્યા છે. આ સાથે વધુમાં સિદ્ધી ગ્રુપ ઓફ કંપની દ્વારા એએમસીને બ્લેકમેઇલિંગ કરતા કહ્યું હતું કે, ઔડામા સબમિટ કરેી નવી સ્કીમોના પ્લાન ઝડપથી પાસ થાય તો તેઓ દ્વારા સદર 25 ટકા ફંડની પ્રપોઝલ અંગે ફરીથી વિચારણા કરવામાં આવશે.

કમિટીમાં ફરી દરખાસ્ત મૂકાશે કે તેના પર સવાલ
આ સમગ્ર વિવાદમાં ભાજપના સત્તાધીશોએ શું સિદ્ધિ ગ્રુપ દ્વારા જે ઔડામાં મૂકાયેલા પ્લાન ઝડપથી પાસ થાય તે પ્રપોઝલ પર વિચાર કરી છે કે, પછી બિલ્ડરને આ હિસ્સેદારીની રકમ ચૂકવવા માટે કાન આમળ્યા છે? આગામી કમિટીમાં આ દરખાસ્ત ફરી મૂકવામાં આવશે અને કમિટિ શું નિર્ણય લે છે તેના પર છે.