ઓવરબ્રિજ વિવાદ:જગતપુર રેલવે ઓવરબ્રિજ બનાવવા પાછળ 25 ટકા ખર્ચ ભોગવવા સિદ્ધિ ગ્રુપ બિલ્ડરની ના, AMC અધિકારીઓ હજુ ચર્ચા કરી રહ્યા છે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં બીજી વખત 25 ટકા ખર્ચ ભોગવવા મામલે આવેલી દરખાસ્ત પરત મોકલાઈ
  • સિદ્ધિ ગ્રુપે ઔડાના પ્લાન ઝડપથી પાસ થાય તેના માટે પ્રપોઝલ મૂક્યાની કમિટિ ચેરમેન મહાદેવ દેસાઈને ખબર જ નથી!

અમદાવાદના જગતપુર પાસે રેલવે ઓવરબ્રિજ બનતા પહેલા જ વિવાદમાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે તૈયાર થનાર બ્રિજના પિલ્લર ઉભા થયા છે. જેની વચ્ચે હવે કોરોનાના નામે સિદ્ધિ ગ્રુપ બિલ્ડરે પોતાની 25 ટકા હિસ્સેદારી આપવાનો ઇનકાર કરી દેતાં હવે રૂ. 15થી 20 કરોડનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ઉપર આવ્યો છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિમાં બે વખત સિદ્ધિ ગ્રુપે પૈસા આપવાની નાદારી નોંધાવતા કોર્પોરેશનને ખર્ચ ભોગવવા અંગે દરખાસ્ત મૂકવામાં આવે છે. આજે મળેલી કમિટીમાં પણ આ દરખાસ્તને પરત મોકલવામાં આવી છે.

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિના ચેરમેનને અધિકારીઓએ જાણકારી નથી આપી
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર બાબતે અધિકારીઓ સિદ્ધિ ગ્રુપના ડાયરેક્ટર સાથે ચર્ચા કરી રહ્યા છે. જ્યારે પત્રકારોએ ચેરમેન મહાદેવ દેસાઈને પ્રશ્ન પૂછ્યો કે તેઓને આ બાબતે અધિકારીઓએ કોઈ જાણકારી આપી છે. તેમજ સિદ્ધિ ગ્રુપે મિટિંગની મિનિટસમાં એવી રજૂઆત કરી હતી કે જો ઔડામાં સબમિટ કરેલા પ્લાન ઝડપથી પાસ થાય તો તેઓ દ્વારા 25 ટકા અંગે પ્રપોઝલની ફેરવિચારણા કરવામાં આવશે તેની જાણ છે કે કેમ ? તેમજ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેમાં અત્યારે કોન્ટ્રક્ટરને ખર્ચ કોના તરફથી આપવામાં આવી રહ્યો છે. આ તમામની તેની જાણ નથી. અધિકારીઓએ તેમને કહ્યું નથી.

કોરોનાનું બહાનું ધરી સિદ્ધિ ગ્રુપે બ્રિજ નિર્માણના 25 ટકા ખર્ચ કરવા હાથ અધ્ધર કર્યા
શહેરને ફાટકમુક્ત કરવાના પ્રયાસ વચ્ચે જગતપુર ખાતે બની રહેલા રેલવે ઓવરબ્રિજ હવે ઝડપથી બનશે કે કેમ તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017માં ખાનગી બિલ્ડર સિદ્ધિ ગૃપના 25 ટકાના ખર્ચના સહયોગથી PPP ધોરણે રેલવે ક્રોસિગ પર બ્રિજ બનાવવા જણાવ્યું હતું. હવે સિદ્ધિ ગ્રુપ દ્વારા હવે કોરોનામાં તેઓ પાસે પૈસા નથી તેમ કહી હાથ અધ્ધર કરી લીધા છે જેથી હવે 25 ખર્ચ કોર્પોરેશન પર આવી પડ્યો હતો જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનએ સિદ્ધિ ગ્રુપના ડાયરેક્ટર સાથે મીટીંગ પણ થઈ હતી.

સિદ્ધિ ગ્રુપની ઔડાના પ્લાન પાસ કરાવવા બ્લેકમેઇલિંગ
આ મિટિંગની મિનિટસ ઓફ મિટિંગમાં જણાવ્યું છે કે, સિદ્ધી ગ્રુપ ઓફ કંપનીએ દ્વારા અગાઉ 19-7- 2019ના રોજ બ્રિજના કુલ ખર્ચેના 25 ટકા કોસ્ટ શેરિંગ માટે સહમતી દર્શાવેલી હતી . પરંતુ આખરે ત્રણ વર્ષ બાદ તેઓ કોવિડ મહામારીના પગલે રિએલ એસ્ટેટમાં આવેલી ગંભીર મંદીના કારણે તેઓ 25 ટકા કોસ્ટ શેરિંગ માટે ફંડ આપી શકે તેમ નથી તેમ કહી હાથ અધ્ધર કરી નાંખ્યા છે. આ સાથે વધુમાં સિદ્ધી ગ્રુપ ઓફ કંપની દ્વારા એએમસીને બ્લેકમેઇલિંગ કરતા કહ્યું હતું કે ઔડામાં સબમિટ કરેલ નવી સ્કીમોના પ્લાન ઝડપથી પાસ થાય, તો તેઓ દ્વારા સદર 25 ટકા ફંડની પ્રપોઝલ અંગે ફરીથી વિચારણા કરવામાં આવશે.

સિદ્ધિ ગ્રુપના વિવાદનો કોઈ ફોડ પાડતા નથી
આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો આ મામલે કોઇ ફોડ પાડતા નથી. શું ભાજપના સત્તાધીશો જ બિલ્ડરને બચાવી રહ્યાં છે? સિદ્ધિ ગ્રુપ દ્વારા જે ઔડામાં મૂકાયેલા પ્લાન ઝડપથી પાસ થાય તે પ્રપોઝલ પર વિચાર કરવામાં આવી રહ્યું છે?