શહેરના પશ્ચિમ વિસ્તારમાં વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી S.G. હાઈવેને સમાંતર 2000 મીમી વ્યાસની M. S. ટ્રક મેઈન્સ લાઈનમાં જુદી જુદી જગ્યાએ લીકેજ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્રણ માર્ચના રોજ સવારે 6થી 8માં પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે. જોકે શુક્રવારે પાણી પુરવઠા ઉપર વધુ અસર નહીં થાય પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પાણીનો જથ્થો ખૂબ જ ઓછો ઉપલબ્ધ થશે જેથી પાણીની તકલીફ ઉભી થશે.
લીકેજ રીપેરીંગ લગભગ 8 કલાક સુધી ચાલશે
મુખ્ય ટ્રંક લાઈનમાં લીકેજ રીપેરીંગ કામગીરી કરી શકાય તે હેતુસર શુક્રવારે શટડાઉન લેવામાં આવશે. અને તેના લીધે તમામ સ્ટેગર્ડ સપ્લાય બંધ કરવામાં આવશે. લીકેજ રીપેરીંગ લગભગ 8 કલાક જેટલો સમય ચાલશે. જેના પરિણામે વૈષ્ણોદેવી ખાતેની ઓવરહેડ ટાંકીમાં પાણી ભરી શકાશે નહીં. તેમજ આ ટાંકીમાંથી ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ- પશ્ચિમ ઝોનના બોડકદેવ, મેમનગર, સરખેજ, વેજલપુર, બોપલ, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ અને નવા વાડજના વિસ્તારોમાં આવેલા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાંથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે.
શનિવારે પાણી પર કાપ મુકાય તેવી શક્યતા
શુક્રવારે આખો દિવસ આ કામગીરી કરવામાં આવશે અને શનિવારે પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે. પરંતુ કામગીરીના કારણે ઓછું પાણીનું પ્રેશર આવશે જેના કારણે શનિવારે પાણી પર કાપ મુકાય તેવી પૂરી શક્યતાઓ છે. જેથી પશ્ચિમ વિસ્તારના રહીશો તેમજ નવાવાડજ અને રાણીપ વિસ્તારના રહીશોને પાણી કાપનો સામનો કરવો પડશે. આ હેતુસર AMCના ઈજનેર વિભાગ દ્વારા જાહેર જનતાની જાણકારી માટે અખબારોના માધ્યમથી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઇન્દોર-ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનનું અસારવા સુધી વિસ્તરણ
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19329/19330 ઈન્દોર-ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનનું અસારવા (અમદાવાદ) સુધી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
અસારવાથી જયપુર નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ચાલુ થઈ
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી રેલ સેવા સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.