સપ્તકનો ચોથો દિવસ:‘શુજાત ખાનનું સિતાર મારા માટે એક મેડિટેટિવ વિઝિટ સમાન છે’

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સપ્તક સંગીત સમારોહની ચોથી રાત્રિના પ્રથમ સેશનમાં ગુલામ નિયાઝ ખાનનું ગાયન રજૂ થયું. જ્યારે બીજા સેશનમાં ઉસ્તાદ શુજાત ખાનનું સિતાર વાદન રજૂ થયું. છેલ્લા 50 વર્ષથી શાસ્ત્રીય સંગીત તેમજ આ કલાકારને નિયમિતપણે સાંભળતા પદ્મશ્રી ડૉ. સુધીર શાહે ખાસ સિટી ભાસ્કર માટે ઉસ્તાદ શુજાત ખાનના સેશનનો રિવ્યૂ કર્યો.

ફર્સ્ટ પર્સન - ડો. સુધીર શાહ (પદ્મશ્રી)
ફર્સ્ટ પર્સન - ડો. સુધીર શાહ (પદ્મશ્રી)

શુજાત ખાને સિતાર પર રાગ કામોદ છેડ્યો
છેલ્લા 50 વર્ષથી હું શાસ્ત્રીય સંગીત સાંભળતો આવ્યો છું. મેડિકલ પ્રેક્ટિશનર તરીકે આ માણવું તે મેડિટેટિવ વિઝિટ સમાન છે. તેમાં જે કલાકારોનું સંગીત મને સ્પર્શી ગયું છે તેમાંના એક એટલે શુજાત ખાન. તેમના અવાજમાં તો મીઠાશ છે જ તે સાથે સિતાર વગાડે એટલે જાણે સિતાર ખુદ ગાતું હોય એવું લાગે છે. સ્વરોમાં શુદ્ધિ છે અને આવિર્ભાવ પણ છે જેમાં ઉદવગામી ચેતનાનું મિશ્રણ છે. તેમણે પોતાના સેશનમાં સિતાર પર તિલક કામોદ છેડ્યો જે રાત્રિનો રાગ છે. તેને તમે મધુર કક્ષાનો કે રોમેન્ટિક રાગ પણ કહી શકો. ઇનશોર્ટ સંગીતપ્રેમીઓ માટે ચોથી રાત્રિ કોરોનાકાળમાં પણ યાદગાર રહી.

રાગ મારવાની પ્રસ્તુતિ
સંગીતની ચોથી રાત્રે પ્રથમ સેશનમાં ગુલામ નિયાઝ ખાનનું ગાયન રજૂ થયું. તેમણે રાગ મારવામાં ‘પિયા મોરે આહ...' બંદીશ પ્રસ્તુતિ કરી. ત્યાર પછી તેમણે રાગ બિહાગમાં તરાનાની પ્રસ્તુતિ કરી. તેમની સાથે તબલા પર યશવંત વૈષ્ણવ અને હાર્મોનિયમ પર ઝાકિર ધૌલપુરીએ સંગત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...