‘સપ્તક’ સંગીતની બીજી રાત:શુભા મૂદગલે 30 વર્ષ પછી બિહાગ રાગ ફરી રજૂ કરી રંગત જમાવી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
નીરજ-વિકાસ પરીખ, વોકલિસ્ટ વિરાજ અમરે, સારંગીવાદક મોઇનઉદ્દીન ખાન, પદ્મશ્રી શુભા મૂદગલે પર્ફોર્મન્સ કર્યું. - Divya Bhaskar
નીરજ-વિકાસ પરીખ, વોકલિસ્ટ વિરાજ અમરે, સારંગીવાદક મોઇનઉદ્દીન ખાન, પદ્મશ્રી શુભા મૂદગલે પર્ફોર્મન્સ કર્યું.
  • પંડિત જસરાજના શિષ્યો નીરજ, વિકાસ પરીખે શાસ્ત્રીય ગાયન રજૂ કર્યું

કોરોનાકાળમાં નવી શરૂઆતના ભાગરૂપે પદ્મશ્રી ગાયિકા શુભા મૂદગલે 30 વર્ષ પહેલાં સપ્તકના મંચ પર પ્રથમ વખત ગાયેલો બિહાગ રાગ ફરીથી રજૂ કર્યો હતો. અગાઉ સપ્તક સંગીત સમારોહમાં રવિવારે સવારે સંગીત માર્તંડ પંડિત જસરાજજીના શિષ્ય નીરજ પરીખ અને વિકાસ પરીખે શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કર્યું હતું.

શનિવારે જ નહીં રવિવારે રજાનો દિવસ હોવા છતાં સંગીત પ્રેમીઓની પાંખી હાજરી જોવા મળી, જ્યારે સાંજે પંડિત રાજન મિશ્રાના શિષ્યા વિરાજ અમરે સેશનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ ઉસ્તાદ મોઇનઉદ્દીન ખાનનું સારંગી વદન રજૂ થયું અને અંતિમ સેશનમાં શુભા મૂદગલનું ગાયન રજૂ થયું હતું. સપ્તકમાં રવિવારે સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે પણ કોરોનાકાળે આ ક્રમ પણ બદલ્યો હતો.

પહેલા સેશનમાં પંડિત રાજન મિશ્રાના શિષ્યા અને બનારસ ઘરનાના વોકલિસ્ટ વિરાજ અમરે શાંત પ્રકૃતિના રાગ નંદથી ગાયનની શરૂઆત કરી હતી. બીજા સેશનમાં જયપુર ઘરનાના સારંગીવાદક ઉસ્તાદ મોઇનઉદ્દીન ખાનના સારંગીવાદનથી શ્રોતાઓ તલ્લીન થયાં હતાં.

ત્રીજા અને અંતિમ સેશનમાં પદ્મશ્રી શુભા મૂદગલે રાગ બિહાગ પ્રસ્તુત કર્યો હતો. કોરોનામાં નવી શરૂઆતને લઈને તેમણે સપ્તકના મંચ પર ફરીથી આ રાગ રજૂ કર્યો. આ રાગમાં તેમણે ‘જગ જીવન કો થોડા સમજ સમજ રે...’ બંદીશ રજૂ કરી. શુભાજી સાથે તબલા પર અનિશ પ્રધાને અને હાર્મોનિયમ પર સુધીર નાયકે સંગત કરી.

અન્ય સમાચારો પણ છે...