શ્રીયંત્ર પૂજન:અમદાવાદના વેજલપુર મહાલક્ષ્મી મંદિર ખાતે શ્રીયંત્રની પૂજા કરાઈ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહાલક્ષ્મી માતાનું અમાસ એટલે કે દિવાળીના દિવસે પ્રાગટ્ય થયું હતું
  • શ્રીયંત્ર ધામ મહાલક્ષ્મીજીના મંદિરમાં દિવાળીના દિવસે 51 લોકોએ સાથે પૂજા કરી

દિવાળીના પર્વમાં અગિયારસથી ભાઈ બીજ સુધી તમામ દિવસોનું અલગ અલગ મહત્વ હોય છે. ત્યારે દિવાળીને દિવસે શ્રી યંત્રની પણ પૂજા કરવામાં આવે છે, જેની આ પૂજા પાછળનું કારણ બહુ ઓછાં લોકો જાણે છે. તો દિવાળીના દિવસે શ્રી યંત્રધામ મહાલક્ષ્મી મંદિરમાં શ્રીયંત્ર અને મહાલક્ષ્મીજીની પૂજા કરવામાં આવી હતી.

પૌરાણિક કથા મુજબ સમુદ્ર મંથન સમયે મહાલક્ષ્મી માતા અમાસ એટલે કે દિવાળીના દિવસે પ્રાગટ્ય થયું હતું. જેથી દિવાળીના દિવસે ખાસ શ્રી યંત્રધામ મહાલક્ષ્મી મંદિરમાં શ્રીયંત્ર અને મહાલક્ષ્મીજીની પૂજા કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના વેજલપુરના મહાલક્ષ્મી મંદિરમાં પણ આજે આ પૂજા થઈ હતી.

છેલ્લા 22 વર્ષથી વેજલપુર ખાતેના શ્રીયંત્ર ધામ મહાલક્ષ્મીજીના મંદિરમાં દિવાળીના દિવસે પૂજા કરવામાં આવે છે.આ વખતે 51 લોકોએ સાથે પૂજા કરી હતી..યંત્રધામમાં દિવાળી જ નહીં પરંતુ ધનતેરસના દિવસે પણ પૂજા થાય છે. તો ધનતેરસની પૂજાનું આગવું મહત્વ છે.