મણિનગર:શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના 78 મા પ્રેમાંજલિ પર્વે કોટી કોટી વંદન

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરામાં પાંચમી પેઢીના વારસદાર અને વર્તમાન સમયે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો તારીખ: ૨૮/૦૫/૨૦૨૦ ના રોજ ૭૮ મુ પ્રેમાંજલિ પર્વ છે.

વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે વિશ્વમાં શાંતિ બની રહે તે માટે સક્રિય રહી સામાજીક, રચનાત્મક પ્રવૃત્તિઓ સહિત નાતજાતના ભેદભાવથી પર રહીને અઢારેય આલમને સમદ્રષ્ટિથી નિહાળ્યા છે. સનાતન વૈદિક ધર્મમાં ઉદારતાના પાઠ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાસેથી મેળવ્યા છે. તેઓશ્રીનું પાવનકારી સાંનિધ્ય, સત્સંગ અને પ્રસંગોથી અસંખ્ય મુમુક્ષોના જીવતરને સાર્થક બનાવવાના યજ્ઞમાં સક્રિય રહે છે. તેઓશ્રીમાં પ્રભુભક્તિ, ગુરૂભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સમન્વય છે તેમજ સેવા, સમર્પણ, સહજતા અને સરળતાનાે સંગમ દીપી ઊઠે છે એવી તેઓશ્રીની લોકોત્તર પ્રતિભા છે. વિશ્વભરમાં  છવાયેલા શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના હરિભક્તો પોતાના ઘરે રહી સાદાઈથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ૭૮મુ પ્રેમાંજલિ સંધ્યા પર્વ  ઉજવશે.

અન્ય સમાચારો પણ છે...