ઉજવણી:દેવ દિવાળી નિમિત્તે અમદાવાદના ચિન્મય મિશન પરમધામ મંદિર ખાતે શ્રીકૃષ્ણપૂજા કરવામાં આવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીવેણુગોપાલ ભગવાનની પૂજા અર્ચના કરાઈ - Divya Bhaskar
શ્રીવેણુગોપાલ ભગવાનની પૂજા અર્ચના કરાઈ
  • સ્વામી અવ્યયાનંદજીએ ઉત્સવમૂર્તિને સુગંધિત દ્રવ્યોથી અભિષેક કર્યો હતો

અમદાવાદમાં ચિન્મય મિશન પરમધામ મંદિર ખાતે ખાસ શ્રીકૃષ્ણપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉત્સવની ઉજવણીમાં આવશ્યક ફેરફારો કરવામાં આવ્યાં છે. હાલમાં પરમધામ મંદિર જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યું છે. જેથી દેવદિવાળીના દિવસે મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી વેણુગોપાલની વિશેષ પૂજા કરીને દેવદિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

ભક્તોએ ઓનલાઈન પૂજાના દર્શન કર્યાં
આ પ્રસંગે સ્વામી અવ્યયાનંદજીએ ઉત્સવમૂર્તિને સુગંધિત દ્રવ્યોથી અભિષેક કરીને, વસ્ત્ર, આભૂષણો, આરતી અને નૈવેદ્ય અર્પણ કરીને રાજોપચાર પૂજા કરી હતી. દર વર્ષે દેવદિવાળીએ ભગવાનને છપ્પન ભોગનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. પણ આ વર્ષે કોરોનાને કારણે લોકોએ સંસ્થાના ફેસબુક પેજ સીએમઅમદાવાદ પરથી પૂજાના લાઈવ દર્શન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...