તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રેય અગ્નિકાંડ:હાઈકોર્ટનો મૃતકોના પરિવારજનોને પ્રશ્ન-કમિશન પાસે હોય તેવા તમામ દસ્તાવેજ માગવાનો તમને કઈ રીતે અધિકાર?

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર.
 • આ મામલે વધુ સુનાવણી 25 માર્ચે યોજાશે

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 કોરોનાના દર્દીના મોત થવા મામલે આજે ફરીવાર ગુજરાત હઈકોર્ટમાં સુનવણી થઈ હતી. આ પહેલા મૃતકોના પરિવારજનોએ કમિશન પાસે હોય તેવા તમામ દસ્તાવેજો મંગવા માટેની અલગથી અરજી કરી હતી. જેની સામે આજે હાઈકોર્ટે પરિવારજનોને પ્રશ્ન કર્યો હતો કે કમિશન પાસે હોય તેવા બધા જ દસ્તાવેજો માગવાનો તમને કઈ રીતે અધિકાર છે તે સમજાવો.

દસ્તાવેજ માગવાથી અમને રોકી શકાય નહીંઃ અરજદારના વકીલ
કોર્ટના પ્રશ્નોના જવાબ આપતા મૃતકોના પરિવારજનો વતી તેમના વકીલે રજૂઆત કરી હતી કે શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં અમે અમારા ઘરના વ્યક્તિઓને ગુમાવ્યા છે. હોસ્પિટલમાં શું બન્યું એની તપાસમાં અમને યોગ્ય રજૂઆત કરવાથી અને દસ્તાવેજ માંગવાથી અમને રોકી શકાય નહીં.

અરજદારની માંગણી માન્ય રાખી શકાય નહીંઃ એડવોકેટ જનરલ
આ મામલે વધુ સુનાવણી 25મી માર્ચે રાખવામાં આવી છે. જો કે મૃતકોના પરિવારજનોની આવી માંગણી સામે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તપાસ પંચ એ સરકારનો મિત્ર છે. રાજ્ય સરકારે કાયદાકીય રીતે પોતાના મિત્ર પાસે હકીકતલક્ષી માહિતી ભેગી કરીને આપવાની મદદ માંગી છે. અરજદાર જે માંગણી કરી રહ્યા છે તે માન્ય રાખી શકાય નહીં.

શું છે મામલો
અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટની મધરાત્રિએ લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. તેઓ ખરા અર્થમાં કોરોના સામેના વોરિયર્સ હતા. તમામના જીવ હોસ્પિટલની બેદરકારીને લીધે ગયો હતો. આમ છતાં તેમના સ્વજનોને તો છેવટે મૃતદેહ પણ જોવા ન મળી શક્યો. ઓળખવામાં પણ તકલીફ પડે તે હદે ભડથું થઈ ગયેલા મૃતદેહોનું સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાયું ત્યારે ખબર પડી કે કાર્બન મોનોક્સાઈડ શ્વાસમાં જવાને લીધે આ તમામના મૃત્યુ થયા હતા.

ન્યાયિક તપાસ માટે ઓગસ્ટમાં તપાસ પંચ રચાયું હતું
ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂંજની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરાઈ હતી. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષપદે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની નિમણૂક કરવામાં આવી છે. આ તપાસપંચનું હેડક્વાર્ટર અમદાવાદ છે અને પંચે ત્રણ માસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો હતો. જોકે, તપાસ પંચની મુદ્દતામાં સરકારે 6 માસનો વધારો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો