અમદાવાદ શહેરમાં યુવતીઓ અને નાની બાળકીઓ પર થઈ રહેલા ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં સાત વર્ષની બાળકી પર તેના જ મામાએ દુષ્કર્મ આચર્યું છે. બાળકીને તેનો મામા પોર્ન વીડિયો બતાવતો હતો અને શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરતો હતો. સમગ્ર મામલે બાળકીના પરિવારે ગુનો નોંધાવ્યો છે.
બાળકી તેની સાથે થયેલા બનાવની માતાપિતાને જાણ કરી
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરિવારની સાત વર્ષની બાળકીને કેટલાક સમયથી તેના કુટુંબી મામા શારીરિક અડપલાં કરતો હતો. આ બાળકી એકલી હોય ત્યારે તેના મામા તેને મોબાઈલમાં પોર્ન વીડિયો બતાવતો હતો. બાળકી સાથે શારીરિક અડપલાં અને દુષ્કર્મ કર્યા બાદ જતો રહેતો હતો. એક દિવસે બાળકીને પોતાના સાથે થતી ઘટના સાથે માતાપિતાને જાણ કરી હતી.
આરોપીને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી
જેને લઈને બાળકીના માતાપિતા પણ ચોંકી ગયા હતા અને ગઈકાલે બાળકીના માતા-પિતાને પણ આ અંગે જાણ થઈ હતી. જેથી બાળકીના માતા-પિતા આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બાળકીના માતાપિતાએ આ મામલે તેના મામા સામે ગુનો નોંધાવ્યો છે. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીને પકડવા પોલીસે તજવીજ પણ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.