ભાસ્કર એક્સક્લૂઝિવ:નબળી કામગીરી બદલ મ્યુનિ.ના ચાર ઈજનેરને કારણદર્શક નોટિસ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ. કમિશનરે 2 ઈજનેરનું ઈન્ક્રિમેન્ટ કાપ્યું
  • કમિશનરની મુલાકાત દરમિયાન ટાંકીમાંથી પાણીનું લીકેજ પકડાતાં કાર્યવાહી

શહેરમાં તૂટેલાં રોડ, પાણીની ટાંકીઓમાં ક્ષતિ સહિતની સ્થિતિ મ્યુનિ. કમિશનરની મુલાકાતમાં પકડાતા બે ઈજનેેરને તેમનું એક ઈન્ક્રિમેન્ટ કાપવા ઉપરાંત કારણદર્શક નોટિસ અપાઈ છે. અન્ય બે ઇજનેરોને શો કોઝ પાઠવી છે. મ્યુનિ. કમિશનરે કામની સ્થિતિની સમીક્ષા કરતાં હોય ત્યારે મોટાભાગના અધિકારી એવું કહેતા હોય છે કે, બધા કામ યોગ્ય રીતે ચાલે છે.

મ્યુનિ. કમિશનરે ગુરુવારે બહેરામપુરાની મુલાકાત લીધી હતી. જેમાં એમ.વી. શેખ અને ભાવેશ પટેલ નામના બે ઇજનેરનું એક ઇન્ક્રિમેન્ટ રોકી કારણદર્શક નોટિસ અપાઈ છે. બહેરામપુરના એ.સી.ને કારણદર્શક નોટિસ આપી છે. બોડકદેવના ઈજનેર નીતિબેન ગજ્જરને પણ શો કોઝ અપાઈ છે.

સિંધુ ભવન રોડ પર બ્લોકની કામગીરી યોગ્ય ન હતી

  • બહેરામપુરામાં પાણીની ટાંકીની લાઈનમાં લીકેજ હતું. પાણી સમગ્ર વિસ્તારમાં ફેલાયેલું હોવા છતાં રિપેર કરવાની તસ્દી લેવાઈ ન હતી.
  • દાણીલીમડામાં પાણીની ટાંકી ખાતે લાખોના અનેક મહત્વના પાર્ટસ ખુલ્લામાં પડ્યા હતા. આને કારણે મ્યુનિ.ને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા હોવાથી કાર્યવાહી કરાઈ હતી.
  • સિંધુભવન રોડ પર પેવર બ્લોકની કામગીરી યોગ્ય થઇ રહી ન હતી. કેટલાક સ્થળે પેવર બ્લોક તૂટેલા અને અનઇવન હોવાનું જણાયું હતું. કમિશનરે આ બાબતે નોટિસો આપી છે.
અન્ય સમાચારો પણ છે...