તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા ડાયરી:ચૂંટણીના આગોતરા આયોજન જેવું જ ભરતી માટે પણ કરીશું?

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્કૂલ-કોલેજની ખાલી જગ્યાઓ માટે પૂછાયેલા પ્રશ્નોમાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે કહ્યું હતું કે,આપણે સૌ 182 ધારાસભ્યની ચૂંટણી હોય તો અગાઉથી આયોજન કરીએ છીએ.જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનુ પણ આયોજન કરીએ છીએ. ઉમેદવારો નક્કી કરીએ છીએ,ટીકીટ આપીએ છીએ, તો સરકાર કર્મચારીઓની ભરતી કરવા માટેનું આવું કોઇ આયોજન કરવા માગે છે કે કેમ ?તેમનો પ્રશ્ન સાંભળીને જ કોંગ્રેસના ધારાસભ્યો ગેલમાં આવી જતા પાટલી થબથબાવી હતી.

ઝીંગામાં પહેલાં બહુ કમાયા પણ કોરોનામાં 400 કરોડમાં ડૂબ્યા
ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ દર વખતે વિધાનસભામાં મત્સ્યોદ્યોગ વિભાગના બજેટમાં ઝીંગા ઉછેર અંગે બોલતા હોય છે. આ વખતે પણ તેમણે ગૃહમાં આ જ વિષય પર પ્રવચન આપ્યું હતું. દરમિયાનમાં તેમણે કહ્યું હતું કે અહીં સભ્યો મને કાયમ કહેતા હોય છે કે મુકેશભાઇ ઝીંગામાં બહુ
કમાયા, વાત સાચી છે ઝીંગા ઉછેરની પ્રવૃત્તિમાં આવક સારી છે પણ કોરોના કાળમાં આ વ્યવસાયમાં 300થી 400 કરોડનું નુકસાન છે. કોરોનાને કારણે એક્સપોર્ટ બંધ થઇ ગયું અને સ્થાનિક માર્કેટમાં બહુ માલ વેચાયો નહીં જેથી આ ધંધામાં સંકળાયેલા લોકો નુકસાનમાં ડૂબી ગયા.

ભાજપના શાસનમાં ખાણ, જમીન અને રાજકીય માફિયાઓ વધ્યા છે
લેન્ડ ગ્રેબીંગને લગતા પ્રશ્નની ચર્ચામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના શાસનમાં ખાણ માફીયા, ભૂમાફીયા અને રાજકીય માફીયા વધ્યા છે. જો કે,ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમને જવાબ આપતા કહ્યુ હતું કે,કોંગ્રેસના શાસનમાં આ સ્થિતિ હતી, અમારા શાસનમાં તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય છે એટલે જ પ્રજાએ મત આપ્યા અને 90 ટકા બેઠક આપી. તમે લોકો અત્યારે કયાં જઇને બેઠા છો તે તમારી સ્થિતિ જોવો.

ઝાડ અને ધારાસભ્યો બંનેને સાચવવા પડે નહીં તો જતા રહે
​​​​​​​વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વનીકરણનો પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો. આ પ્રશ્નમાં કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગા બારડે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે અમારા વિસ્તારમાં જંગલ ખાતાના માણસો ચંદનના ઝાડને માર્કિંગ કરે ને એ જ રાત્રે ચંદનચોરો ઝાડ કાપી જાય છે. મંત્રી જવાબ આપે તે પહેલા જ અધ્યક્ષે બારડને કહ્યું તમારૂ ઝાડ હોય તો તમારે સાચવવાનું હોય, તમારા ધારાસભ્યોને પણ તમારે જ સાચવવા પડે.અધ્યક્ષે બેસાડી દીધા પછી પણ પોતાનો પ્રશ્ન ઉઠાવતા બારડને અધ્યક્ષે બેસાડી દીધા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો