નવરાત્રિ માટે ડોક્ટરોની સલાહ:ગરબા આયોજકોએ નાસ્તાનું આયોજન ટાળવું જોઈએ, ખોરાક પર પૂરતું ધ્યાન આપી ઇમ્યુનિટી સિસ્ટમ જાળવજો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કોવિડના કેસ ઘટ્યા છે, પરંતુ એ યાદ રાખવાનું છે કે કોરોના હજુ નથી ગયો

રાજ્ય સરકારે કોવિડના નિયંત્રણ સાથે નવરાત્રિની ઉજવણી માટે પરવાનગી આપી છે. ત્યારે Divyabhaskar.comએ અમદાવાદના જાણીતા તબીબો સાથે વાત કરી નવરાત્રિના આયોજન સંદર્ભે તેઓ શું કરી રહ્યા છે અને ગરબા આયોજન સંદર્ભે ત્યારે તેની તકેદારી રાખવી જોઈએ જાણો આ ખાસ અહેવાલમાં.

આ નવરાત્રિ દર વર્ષ કરતા અલગ
અમદાવાદના જાણીતા પુલ્મોનોલોજીસ્ટ અને કોવિડ ટાક્સ ફોર્સના સભ્ય ડોક્ટર તુષાર પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે આ નવરાત્ર દર વર્ષ કરતા અલગ છે. જેથી તકેદારી રાખવી જરૂરી છે. જો નવ દિવસ માત્ર ગરબાનું જ આયોજન કરવું જોઈએ. સામાન્ય રીતે નવરાત્રિમાં સોસાયટીઓ નાસ્તાનું આયોજન થતું હોય છે, પરંતુ આ વર્ષ પૂરતું આ પ્રકારના આયોજન ટાળી શકાય. કારણ કે કોવિડના કેસ ઘટ્યા છે, પરંતુ એ યાદ રાખવાનું છે કે કોરોના હજુ નથી ગયો.

કોવિડ ટાક્સ ફોર્સના સભ્ય ડોક્ટર તુષાર પટેલ.
કોવિડ ટાક્સ ફોર્સના સભ્ય ડોક્ટર તુષાર પટેલ.

રહીશ સિવાય અન્યને એન્ટ્રી ન આપવી જોઈએ
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે વાત નવરાત્રિના આયોજનની પરવાનગી મળી છે તે સારી વાત છે પરંતુ સરકારે આપેલ છૂટછાટનો ઉપયોગ થાય તે જરૂરી છે. એ ધ્યાન રાખવું જોઈએ કે ઉત્સવની ઉજવણી માટે મળેલ પરવાનગીનો દૂર ઉપયોગ ન કરતા કોવિડની ગાઈડલાઈનને અનુસરવી જોઈએ. જેથી અવનાર દિવસોમાં લોકો મહત્વના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે. ખાસ એ વાત ધ્યાન રાખવું જોઈએ કે કોવિડની સ્થિતને જોતા લોકોએ પોતપોતાની સોસાયટી અને શેરીમાં જ ગરબા રમવા જોઈએ. આયોજકોએ પણ સ્થાનિક રહીશ સિવાય અન્યને એન્ટ્રી ન આપવી જોઈએ.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ ડોક્ટર ભરત ગઢવી.
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ ડોક્ટર ભરત ગઢવી.

સોસાયટીમાં કોવિડ રસીના કેમ્પનું આયોજન કરવું જોઈએ
ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના મહિલા બેંકના ચેરપર્સન અને IMA-અમદાવાદના પૂર્વ પ્રેસિડન્ટ મોનાબેન દેસાઇએ જણાવ્યું કે નવરાત્રિના આયોજકોએ પોતાની સોસાયટી કે શેરીમાં શક્ય હોય તો કોવિડ રસીના કેમ્પનું આયોજન કરવું જોઈએ. જે માતાજીની સેવા-આરાધનાની સાથે માનવ સેવાનું ઉત્તમ કાર્ય બની રહેશે. માનવ સેવાનું ઉત્તમ કાર્ય બની રહેશે.

IMA-અમદાવાદના પૂર્વ પ્રેસિડન્ટ મોનાબેન દેસાઇ.
IMA-અમદાવાદના પૂર્વ પ્રેસિડન્ટ મોનાબેન દેસાઇ.

ખુલ્લી જગ્યામાં જ ગરબાનું અયોજન કરવું જોઈએ
આહના એટલે કે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ ડોક્ટર ભરત ગઢવીએ કહ્યું કે નવરાત્રિ દરમિયાન આયોજકોએ સતર્ક રહેવાની જરૂર છે. આયોજકોએ ખુલ્લી જગ્યામાં જ ગરબાનું અયોજન કરવું જોઈએ અને બને એટલી વધુ સ્પેસનો ઉપયોગ કરવો જોઈએ, જેથી એકી સાથે બધા ભેગા થવાની સંભાવના ઓછી રહે. ઉપરાંત નિશ્ચિત સમયમર્યાદામાં જ ગરબાનું આયોજન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે ગરબા રમતા લોકોએ પોતાના ખોરાક પર પૂરતું ધ્યાન રાખવાની જરૂર છે. જેથી તેમની ઇમ્યુનિટી સિસ્ટમ જળવાઈ રહે.

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ દેવેન્દ્ર પટેલ.
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ દેવેન્દ્ર પટેલ.