તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યારે પકડાશે ગેંગ?:ચડ્ડી બનિયાન ટોળકી ખેતરો અને ઝાડી પાસેના બંગલા ટાર્ગેટ કરે છે, ઈસ્કોન ગ્રીન બંગલોઝમાં 30 લાખની લૂંટ ચલાવી હતી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
  • ગેંગને પકડી પાડવા માટે પોલીસ 10 રાતથી મથામણ કરે છે

બોપલ - ઘુમાના ઈસ્કોન ગ્રીન બંગલોઝમાં દંપતિને બંધક બનાવીને રૂ.30 લાખની લૂંટ કરનારી ચડ્ડી બનિયાન ધારી ટોળકી 10 દિવસ પછી પણ પકડાઈ નથી. જો કે આ જ ચડ્ડી બનિયાન ધારી ટોળકીએ છેલ્લા 2 મહિનામાં પશ્ચિમ અમદાવાદના એસપી રિંગ રોડ પરના 2 મંદિર અને સહિત અન્ય 5 જગ્યાએ ચોરી - લૂંટને અંજામ આપ્યો હતો. જેથી આ ટોળકીને પકડવા માટે પશ્ચિમ અમદાવાદમાં 500 કરતાં પણ વધારે પોલીસ અધિકારી - કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી નાઈટ ડ્યૂટી કરી રહ્યા છે. ટોળકી ખેતર અથવા તો ઝાડીઓ હોય તેવા જ બંગલાને ટાર્ગેટ કરે છે.

આ અંગે સેકટર - 1 ના અધિક પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતુ કે પશ્ચિમ અમદાવાદમાં રીંગ રોડ ઉપર આવેલા પોલીસ સ્ટેશનોમાં ચોરી - લૂંટ કરતી ટોળકીને પકડવા માટે ડીપીસી પાસે પ્લાન મંગાવવામાં આવ્યા હતા. જે અનુસાર નાઈટ પેટ્રોલિંગ અને નાકાબંધી સ્કીમ તૈયાર કરીને 10 દિવસથી તેનો અમલ કરાય છે.

ટોળકી ક્યાંની છે અને કેવી રીતે આવે છે?
ચડ્ડી બનિયાન ધારી ટોળકી પંચમહાલ - દાહોદ અથવા તો મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના આદિવાસીઓની ટોળકી છે. આ ટોળકી બસ-ટ્રક સહિતના ખાનગી વાહનમાં બપોરે જ અમદાવાદ આવી જાય છે. ત્યારબાદ વૈભવી બંગલાને લૂંટ - ચોરી કરવા માટે ટાર્ગેટ કરે છે.

ચડ્ડી બનિયાનધારી નામ આ રીતે પડ્યું
આ ટોળકીના તમામ સભ્યો જે પણ બંગલામાં ચોરી કે લૂંટ કરવા જાય તે પહેલા ચડ્ડી અને બંડી પહેરી લે છે અને આખા શરીર ઉપર તેલ લગાવી દે છે. જેથી કોઇ પણ બંગલામાં ચોરી કે લૂંટ કરવા ઘૂસે અને જો પરિવારના સભ્યો કે સોસાયટીના સભ્યો પકડવાનો પ્રયાસ કરે તો તેલના કારણે તેઓ ટોળકીના સભ્યને પકડી શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...